Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Board action against Ben Stokes and Gus Atkinson after Lord's win

લોર્ડ્સની જીત બાદ બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સામે બોર્ડની કાર્યવાહી, નાઈટક્લબ સાથે જોડાયેલો છે મામલો

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
લોર્ડ્સની જીત બાદ બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સામે બોર્ડની કાર્યવાહી, નાઈટક્લબ સાથે જોડાયેલો છે મામલો
સોર્સ : GSTV

લોર્ડ્સ મેદાન પર ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાન બહારના ગંભીર વિવાદોમાં સપડાઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિન્સન સામે ટીમ પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

App Store

નાઈટ ક્લબમાં હાજર હતો બેન સ્ટોક્સ 

લોર્ડ્સ ટેસ્ટ પૂરી થયા બાદ સોમવારે વહેલી સવારે આ બંને ખેલાડીઓ લંડનની એક નાઈટ ક્લબમાં હાજર હતા, જ્યાં કોઈ અજ્ઞાત ઘટના અથવા ઝઘડો થયો હોવાના અહેવાલો છે. આ મામલાની ગંભીરતાને જોતાં આખા વિવાદની દેખરેખ માટે ક્રિકેટ રેગ્યુલેટરને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે.

ક્રિકેટ બોર્ડનું સત્તાવાર નિવેદન, સ્કવોડની જાહેરાત પર રોક

આ વિવાદ અંગે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ મામલાની પુષ્ટિ કરી છે. બોર્ડે કહ્યું છે કે, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની સમાપ્તિ પછી ટીમ પ્રોટોકોલના ભંગના મામલે ECB હાલમાં ઊંડી તપાસ કરી રહ્યું છે. બોર્ડે કહ્યું "બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સોમવારે વહેલી સવારે એક નાઈટક્લબમાં હાજર હતા જ્યારે ત્યાં એક અણધારી ઘટના ઘટી હતી. અમે હાલમાં આ અંગે વધુ માહિતી અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. આ તપાસના કારણે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે."

બેન સ્ટોક્સ સામે કડક પગલાં લેશે ઈંગ્લેન્ડ? 

આ અચાનક શરૂ થયેલી તપાસના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની આગામી મેચની સિલેક્શન પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. બોર્ડ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું કેપ્ટન અને સ્ટાર બોલર સામે શિસ્તભંગના પગલાં રૂપે પ્રતિબંધ લાદવો જોઈએ કે નહીં.

શું બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સનને સજા થશે?

જો કે "ટીમ પ્રોટોકોલનો ભંગ" એવો શબ્દપ્રયોગ વાપરવાનો અર્થ એ નથી કે ખેલાડીઓએ કોઈ કાયદો તોડ્યો છે, પરંતુ ECB આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. તપાસના પરિણામોના આધારે ખેલાડીઓ પર ટીમની કડક કર્ફ્યુના નિયમો તોડવાથી લઈને સાર્વજનિક સ્થળે અયોગ્ય વર્તન કરવા સુધીના આક્ષેપો હેઠળ કડક દંડ થઈ શકે છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટી ચિંતા એ છે કે બીજી ટેસ્ટ મેચ બિલકુલ નજીક છે અને આવા સમયે કેપ્ટન સ્ટોક્સ અને મુખ્ય બોલર એટકિન્સનને ગુમાવવ એ ટીમ માટે પોતાના પગ પર કુહાડી મારવા સમાન સાબિત થઈ શકે છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટનું 'ડ્રિન્કિંગ કલ્ચર' ફરી વિવાદમાં

ઈંગ્લેન્ડમાં ખેલાડીઓ મેચ પૂરી થયા પછી મોડી રાતની પાર્ટીઓના કારણે વારંવાર હેડલાઇન્સમાં રહે છે. છેલ્લા 1 વર્ષમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા સમાન પ્રકારનું વર્તન જોવા મળ્યું છે. 

વેલિંગ્ટન કાંડ: બ્રુકને બાઉન્સરે માર્યો હતો મુક્કો

એશિઝ સિરીઝ પહેલાં, કેપ્ટન હેરી બ્રુકને ન્યુઝીલેન્ડની એક નાઈટક્લબના બાઉન્સરે મુક્કો માર્યો હતો. બાદમાં બહાર આવ્યું કે તેની સાથે જેકબ બેથેલ અને જોશ ટંગ પણ હાજર હતા, જેના કારણે ECBએ સ્ક્વોડ પર મધ્યરાત્રિનો કર્ફ્યુ લાદવો પડ્યો હતો. 

નૂસા વિવાદ

ઓસ્ટ્રેલિયા સામે એશિઝમાં 4-1થી મળેલી કારમી હાર દરમિયાન, સિરીઝની અધવચ્ચે જ બીચ ટાઉન 'નૂસા' ખાતે દારૂની મહેફિલ માણવા બદલ ટીમની ભારે ટીકા થઈ હતી.

નૂસા પ્રવાસ પછી તરત જ એક વીડિયો લીક થયો હતો જેમાં બેન ડકેટ કથિત રીતે નશાની હાલતમાં જોવા મળ્યો હતો, જેના કારણે મેનેજિંગ ડિરેક્ટર રોબ કી દ્વારા આંતરિક તપાસના આદેશ અપાયા હતા.

2017માં મારામારીના કેસમાં બેન સ્ટોક્સની થઈ હતી ધરપકડ

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ માટે આ તપાસ અત્યંત અસ્વસ્થ કરનારી સાબિત થઈ રહી છે, કારણ કે ભૂતકાળમાં પણ તે આવા જ એક કિસ્સામાં જેલના દરવાજા સુધી પહોંચી ગયો હતો. 25 સપ્ટેમ્બર 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI મેચ જીત્યા બાદ, બ્રિસ્ટલની 'એમબાર્ગો' નાઈટક્લબની બહાર શેરીમાં થયેલા ભયાનક ઝઘડા અને મારામારીના કેસમાં બેન સ્ટોક્સની ધરપકડ કરવામાં આવી હતી.