Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Biggest upset in the history of the Ranji Trophy tournament

Ranji Trophy / ટુર્નામેન્ટના ઈતિહાસમાં સર્જાયો સૌથી મોટો અપસેટ, 65 વર્ષમાં પહેલીવાર થયું આવું

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ranji Trophy / ટુર્નામેન્ટના ઈતિહાસમાં સર્જાયો સૌથી મોટો અપસેટ, 65 વર્ષમાં પહેલીવાર થયું આવું
સોર્સ : ESPNcricinfo

રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. સાત વખતની રણજી ટ્રોફી ચેમ્પિયન દિલ્હીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, તે પણ એવી ટીમ સામે જેની સામે તે ક્યારેય નથી હારી. આ ટીમ જમ્મુ અને કાશ્મીરની છે. 11 નવેમ્બરના રીજ દિલ્હીને જમ્મુ અને કાશ્મીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીરે 7 વિકેટથી જીત મેળવી હતી અને ટીમે દિલ્હીને રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ વખત હરાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરે 65 વર્ષ પહેલા રણજી ટ્રોફીમાં રમવાનું શરૂ કર્યું હતું અને હવે તેણે આટલા લાંબા દુષ્કાળનો અંત લાવ્યો છે. આકિબ નબીએ પોતાની બોલિંગથી ટીમને જીત અપાવી હતી.

App Store

જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવ્યું

રણજી ટ્રોફી 2025-26 સિઝનમાં દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર વચ્ચેની મેચ 8મી તારીખે શરૂ થઈ હતી. દિલ્હીએ પહેલા બેટિંગ કરી અને 211 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. કેપ્ટન આયુષ બદોનીએ 64, આયુષ દોસેજાએ 65 અને સુમિત માથુરે 55 રન બનાવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર માટે બોલર આકિબ નબીએ 16 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે વંશરાજ શર્મા અને આબિદ મુસ્તાકે 2-2 વિકેટ લીધી. જવાબમાં, જમ્મુ અને કાશ્મીરે પોતાની પહેલી ઈનિંગમાં 310 રન બનાવ્યા હતા. કેપ્ટન પારસ ડોંગરાએ 106 અને અબ્દુલ સમદે 85 રનની મજબૂત ઈનિંગ રમી હતી.

દિલ્હીને મોટી લીડને પાર કરીને લક્ષ્ય નક્કી કરવાની જરૂર હતી. દિલ્હીએ શરૂઆત સારી કરી હતી. આયુષ બદોનીએ 72 અને આયુષ દોસેજાએ 62 રન બનાવ્યા હતા. જોકે, જમ્મુ અને કાશ્મીરના વંશરાજ શર્માએ છ વિકેટ લઈને દિલ્હીને 277 રન સુધી રોકી દીધું. આ સાથે જમ્મુ અને કાશ્મીરને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો. આ ટાર્ગેટ ચેઝ કરતા ઓપનર કામરાન ઈકબાલે 147 બોલમાં 133 રન બનાવ્યા. તેને અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળ્યો, પરંતુ 179 રનના લક્ષ્યનો પીછો કરવા માટે તે પૂરતું હતું. જમ્મુ અને કાશ્મીરે 7 વિકેટ બાકી રહેતા જીત મેળવી હતી.

જમ્મુ અને કાશ્મીરે 65 વર્ષમાં પહેલી વાર જીત મેળવી

જમ્મુ અને કાશ્મીરે તેના 65 વર્ષના રણજી ટ્રોફી ઈતિહાસમાં પહેલીવાર દિલ્હીને હરાવ્યું. વર્ષોથી બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે, પરંતુ દિલ્હીનું પલડું હંમેશા ભારે રહ્યું છે. હવે, જમ્મુ અને કાશ્મીરનું નસીબ બદલાઈ ગયું છે. કેપ્ટન પારસ ડોંગરા, કામરાન ઈકબાલ અને આકિબ નબીના પ્રદર્શને ફેન્સના દિલ જીતી લીધા છે. IPL ઓક્શન પહેલા તેમનું સારું ફોર્મ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રદર્શનના આધારે, તેઓ ટીમમાં સ્થાન મેળવી શકે છે.