મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ક્રિકેટમાં પહેલીવાર એક જ મેચમાં 3 સુપર ઓવર રમાઈ, આખરે આ ટીમનો થયો રોમાંચક વિજય

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની મહારાજા ટી-20 ટ્રોફીમાં આજે બેંગલુરુ બ્લાસ્ટર્સ અ

VIDEO: ક્રિકેટમાં પહેલીવાર એક જ મેચમાં 3 સુપર ઓવર રમાઈ, આખરે આ ટીમનો થયો રોમાંચક વિજય

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની મહારાજા ટી-20 ટ્રોફીમાં આજે બેંગલુરુ બ્લાસ્ટર્સ અને  હુબલી ટાઈગર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચે ક્રિકેટ ફેન્સના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.  આ મેચમાં એક કે બે વાર નહીં પણ ત્રણ વખત ટાઈ પડી હતી. ત્રીજી ઓવરમાં આખરે હુબલી ટાઈગર્સનો છેલ્લા બોલે વિજય થયો હતો. 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી  હુબલી ટાઈગર્સે 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મયંક અગ્રવાલની આગેવાનીમાં રમતી બેંગલુરુ બ્લાસ્ટર્સે પણ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 164 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. 

હુબલી ટીમનો છેલ્લો બોલે વિજય થયો

મેચ ટાઈ થયા બાદ બંને ટીમો પ્રથમ સુપર ઓવર રમી હતી જે ટાઈ રહી હતી. બેંગલુરુ બ્લાસ્ટર્સે પ્રથમ સુપર ઓવરમાં 11 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હુબલીની ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. જે બાદ બીજી સુપર ઓવર રમાઈ હતી. જેમાં હુબલીએ પ્રથમ બેટિંગ કરીને 8 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમ એક વિકેટ ગુમાવીને માત્ર 8 રન બનાવી શકી હતી જેના પગલે બીજી સુપર ઓવરમાં મેચમાં ટાઈ પડી હતી. ત્યારબાદ ત્રીજી સુપર ઓવરમાં બેંગલુરુ બ્લાસ્ટર્સે 12 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હુબલી ટીમનો છેલ્લો બોલે વિજય થયો હતો.

આ સમાચાર શેર કરો