ટી-20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્મા અને દ્રવિડે ICCમાં અમેરિકા સામે કરી ફરિયાદ, જાણો કેમ ગુસ્સે થયા
હવે T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં માત્ર 1 જ દિવસ બાકી રહ્યો

હવે T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં માત્ર 1 જ દિવસ બાકી રહ્યો છે. દરેક ટીમો અમેરિકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પણ બીજા ટાઈટલનું સ્વપ્ન સાકાર કરવા અમેરિકામાં દસ્તક આપી દીધી છે. જોકે, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા યજમાન દેશ દ્વારા આપવામાં આવેલી પ્રેક્ટિસ સુવિધાઓથી બહુ ખુશ નથી. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં પ્રેક્ટિસ માટે ભારતીય ટીમને જે પ્રકારની પીચ અને બાકી અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. તે એટલી સારી નથી. જેના કારણે તેમને આ મુદ્દે આઈસીસી સાથે ખાસ મુલાકાત કરી ચિંતા વ્યક્ત કરી છે.
આ મુદ્દે ICC સાથે કરી બેઠક
બ્લૂ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તેમના ખેલાડીઓને કેન્ટિયાગ પાર્કમાં મળતી સુવિધાઓથી બિલકુલ ખુશ નથી. આ જ કારણ છે કે, તેમણે આ મુદ્દે ICC સાથે ખાસ બેઠક પણ કરી હતી.
ICCનું કંઈક બીજુ જ કહેવું છે
જોકે, આ મુદ્દે ICCનું કંઈક બીજુ જ કહેવું છે. બોર્ડનું કહેવું છે કે, કેન્ટિયાગ પાર્કમાં આપવામાં આવતી સુવિધાઓને લઈને કોઈપણ ટીમ દ્વારા કોઈએ ફરિયાદ કે ચિંતા વ્યક્ત કરી નથી.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓ : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.
T20 વર્લ્ડ કપ 2024 માટે દરેક ગૃપ
ગ્રૂપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રૂપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રૂપ C- ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
ગ્રૂપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ








