Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Beats Virat, equals Yuvraj, know who is in first position in T20 sixes

અભિષેક શર્માનો મહારેકોર્ડ: વિરાટને પછાડ્યો, યુવરાજની બરાબરી, જાણો T20 સિક્સરમાં કયો ખેલાડી છે પ્રથમ સ્થાને   

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અભિષેક શર્માનો મહારેકોર્ડ: વિરાટને પછાડ્યો, યુવરાજની બરાબરી, જાણો T20 સિક્સરમાં કયો ખેલાડી છે પ્રથમ સ્થાને   
સોર્સ : gstv

ભારતીય ઓપનર અભિષેક શર્માએ એશિયન ગેમ્સ 2026ના ફાઇનલમાં પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાય કરી છે. તેમણે 28 બોલમાં તોફાની 61 રન બનાવ્યા. આ ઇનિંગ્સમાં અભિષેકે 3 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી. આ સાથે જ તેમણે 2026માં 100 T20 સિક્સર અને પોતાની કારકિર્દીમાં 400 T20 સિક્સર પૂરા કરી લીધા. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન સામે કુલ 14 T20 ઇન્ટરનેશનલ સિક્સર ફટકારીને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો.

App Store

અભિષેક શર્મા એક કેલેન્ડર યરમાં સૌથી ઝડપી 100 સિક્સર મારનારા બીજા ખેલાડી બન્યા. તેમણે ક્રિસ ગેલ અને ડેવાલ્ડ બ્રેવિસને પાછળ છોડી દીધા. તો બીજી તરફ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 400 સિક્સર મારવાના મામલે પણ અભિષેકે ક્રિસ ગેલ અને કીરોન પોલાર્ડ જેવા ખેલાડીઓને પછાડી દીધા. આ બંને બાબતોમાં આંદ્રે રસેલ નંબર 1 સ્થાન પર કબ્જો છે.

અભિષેક શર્માએ વિરાટ કોહલીને છોડ્યા પાછળ

પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં કુલ 11 સિક્સર સાથે વિરાટ કોહલી નંબર 1 ભારતીય હતા. હવે અભિષેક શર્માએ તેમને પાછળ છોડી દીધા છે. તેમણે પાકિસ્તાન સામે કુલ 14 T20 ઇન્ટરનેશનલ સિક્સર ફટકારી દીધી છે. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન સામે એક T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે પોતાના ગુરુ યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે.

પાકિસ્તાન સામે એક T20I ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય

7 સિક્સર: યુવરાજ સિંહ, અમદાવાદ, 2012

7 સિક્સર: અભિષેક શર્મા, નિશિન, 2026

5 સિક્સર: અભિષેક શર્મા, દુબઈ, 2025

એક કેલેન્ડર યરમાં સૌથી ઝડપી 100 સિક્સર મારનાર બેટ્સમેન (સૌથી ઓછા બોલ)

589 બોલ: આંદ્રે રસેલ (2019)

651 બોલ: અભિષેક શર્મા (2026)

653 બોલ: ડેવાલ્ડ બ્રેવિસ (2025)

724 બોલ: ક્રિસ ગેલ (2016)

728 બોલ: કરનબીર સિંહ (2025)

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 400 સિક્સર મારનાર બેટ્સમેન (સૌથી ઓછા બોલ)

3027 બોલ: આંદ્રે રસેલ

3513 બોલ: અભિષેક શર્મા

3557 બોલ: ક્રિસ ગેલ

3803 બોલ: ટિમ ડેવિડ

3944 બોલ: કીરોન પોલાર્ડ

4045 બોલ: નિકોલસ પૂરન

4072 બોલ: એવિન લુઇસ

એશિયન ગેમ્સ 2026ના મહામુકાબલામાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાન પર સામસામે હતી.

ટોપિક્સ:GSTV NewsGujarati News