VIDEO: મહાદેવ બેટિંગ એપ કૌભાંડ: સીબીઆઈએ મુખ્ય સૂત્રધાર અભિષેક કુમારની દુબઈથી પરત ફરતા જ કરી ધરપકડ
સોર્સ : gstv
કરોડો રૂપિયાના ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અભિષેક કુમારની સીબીઆઈએ દુબઈથી પરત ફરતા જ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે….તપાસમાં ખુલાસો થયો છે કે કુમારે ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ કરીને સટ્ટાબાજી પેનલોનું સંકલન કરવામાં, ભંડોળ એકત્ર કરવામાં અને દુબઈમાં સ્થાવર સંપત્તિ મેળવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ધરપકડ બાદ હાથ ધરાયેલી તપાસમાં તેની પાસેથી ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે, જે મુખ્ય આરોપીઓ સૌરભ ચંદ્રાકર અને શુભમ સોની સાથે તેના નજીકના જોડાણની પુષ્ટિ કરે છે.

