VIDEO: ખંભાળિયાના શક્તિનગર સ્થિત શિરેશ્વર મહાદેવ મંદિરે ચાર દિવસીય ભવ્ય લોકમેળાનું શાનદાર આયોજન
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના શક્તિનગરમાં ૧૪ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિની તરણેતર તરીકે પ્રખ્યાત આ મેળામાં અન્ય જિલ્લાઓમાંથી પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાલમાં મેળાના સ્થળે ખાણીપીણી, રમકડાં અને વિવિધ રાઇડ્સના સ્ટોલ ઉભા કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ ૧૮૨ પ્લોટની હરાજીથી પંચાયતને ૧.૦૭ કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. લોકોની ભારે ભીડને જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે.

