VIDEO: "પહેલા પક્ષો કહેતા હતા, હવે તો કમિશનરો પોતે બોલ્યા!", અભિષેક બેનર્જીએ ચુંટણી પંચ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલો!
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલી INDIA ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણી કમિશનરોના તાજેતરના વલણનો ઉલ્લેખ કરતા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સામે શંકા વ્યક્ત કરી છે.
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, "બાકીના બે ચૂંટણી કમિશનરોએ આ વાત કહી છે, તેથી તેમના શબ્દોમાં કોઈક સત્ય તો જરૂર હશે. પહેલા માત્ર રાજકીય પક્ષો જ આ મુદ્દો ઉઠાવતા હતા, પરંતુ આજે ચૂંટણી કમિશનરો પોતે આ વાત કહી રહ્યા છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે દેશભરમાં અનેક સ્તરે ચૂંટણી સંબંધિત ગેરરીતિઓ જોવા મળી રહી છે અને પશ્ચિમ બંગાળમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. અભિષેક બેનર્જીના આ આકરા નિવેદન બાદ ચૂંટણી પંચ અને રાજકીય વર્તુળોમાં નવેસરથી વિવાદ સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. વિપક્ષી ગઠબંધન આ મુદ્દાને આવનારા દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે વધુ આક્રમક રીતે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

