મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું-રાહુલ દ્રવિડ ઈચ્છે તો...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટૂંક સમયમાં ભારતીય સિનિયર મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું-રાહુલ દ્રવિડ ઈચ્છે તો...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટૂંક સમયમાં ભારતીય સિનિયર મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટેની જાહેરાત બહાર પાડશે. BCCI સેક્રેટરી જય શાહે આ બાબતની જાણકારી આપી છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આ વર્ષે જૂનમાં પૂરો થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે BCCI  હવે તેમનો કાર્યકાળ વધુ લંબાવવાનું વિચારી રહ્યું નથી. જૂનમાં કાર્યકાળ પૂરો થયા પછી નવેસરથી ટીમ ઈન્ડિયાના હેડકોચની પસંદગી કરવામાં આવશે.

 BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, જો દ્રવિડ આ પદ પર ફરીથી પાછા આવવા માગતા હોય તો તેમણે તેના માટે ફરીથી અરજી કરવી પડશે. જય શાહે સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમના નવા વડા ભારતીય કે વિદેશી હોઈ શકે છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ કોણ હશે તે નવા મુખ્ય કોચ સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળશે

જય શાહે કહ્યું કે હું અત્યારે કહી શકતો નથી કે નવા કોચ ભારતીય હશે કે વિદેશી એ અંગે ક્રિકેટ સલાહકાર સમિતિ નિર્ણય લેશે. જો કે, તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની જેમ દરેક ફોર્મેટ માટે અલગ કોચ રાખવાની કોઈ શક્યતાનો સંકેત આપ્યો ન હતો. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવાથી ખેલાડીઓને એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી શકે છે.

બીસીસીઆઈ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે, ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની પસંદગી લાંબા ગાળા માટે કરવામાં આવશે. તેમનો પ્રારંભિક કાર્યકાળ ઓછામાં ઓછો 3 વર્ષનો હશે. રાહુલ દ્રવિડનો પ્રથમ કાર્યકાળ 2 વર્ષનો હતો. વર્ષ 2021માં તેમણે રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કોચની કમાન સંભાળી હતી. દ્રવિડનો પ્રથમ કાર્યકાળ ODI વર્લ્ડ કપ 2023નો હતો. પરંતુ, આ પછી તેમનો કાર્યકાળ ફરીથી T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો