મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત અને વિરાટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે કમર કસી, BCCIએ શેર કર્યો પ્રેક્ટિસ સેશનનો VIDEO

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. વર્લ્ડ

રોહિત અને વિરાટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે કમર કસી, BCCIએ શેર કર્યો પ્રેક્ટિસ સેશનનો VIDEO

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલમાં પહોંચવાના દૃષ્ટિકોણથી ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. BCCIએ પ્રથમ ટેસ્ટ માટે ટીમની પણ જાહેરાત કરી છે. હવે ટેસ્ટ મેચ પહેલા તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કેમ્પમાં પરસેવો પાડી રહ્યા છે. BCCIએ ભારતીય ખેલાડીઓના પ્રેક્ટિસ સેશનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. 14મી સપ્ટેમ્બરે પ્રેક્ટિસ સેશનનો બીજો દિવસ હતો. 

રોહિત-વિરાટે પ્રેક્ટિસ કરી

આ વીડિયો BCCIએ શેર કર્યો છે. તેની શરૂઆતમાં કુલદીપ યાદવ હાથમાં રેડ બોલ પકડેલ જોવા મળે છે. સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ બોલિંગ કરતા જોવા મળે છે. કોચ ગૌતમ ગંભીર કેપ્ટન રોહિત શર્મા સાથે ચર્ચા કરી રહ્યો છે. વીડિયોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ શાનદાર સ્ટ્રોક મારતા જોઈ શકાય છે. જ્યાં કોહલી લાંબા શોટ ફટકારી રહ્યો છે. તો રોહિત પાછળ હટીને મોટા શોટ ફટકારે છે.

પંત અને કોહલી કમબેક કરી રહ્યા છે

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નહોતો રમ્યો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં તેની વાપસી થઈ છે. સ્ટાર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માત બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. અકસ્માત બાદ તે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. IPLમાં RCB ટીમનો હિસ્સો રહેલા યશ દયાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક મળી છે.

બંને ટીમોનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયા 11 જીતી છે અને 2 મેચ ડ્રો રહી છે. બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા સામે આજ સુધી એક પણ મેચ નથી જીતી શકી. બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી છે. આનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે.

આ સમાચાર શેર કરો