વર્લ્ડ ક્રિકેટમાં વાગશે જય શાહનો ડંકો, ICCના સૌથી યુવા ચેરમેન બન્યા
બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસી ચેરમેન બન્યા છે. જય શાહ હવે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. નવા અધ્યક્ષ

બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસી ચેરમેન બન્યા છે. જય શાહ હવે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. નવા અધ્યક્ષ 1 ડિસેમ્બરથી ICCનો ચાર્જ સંભાળશે.
શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા
જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બન્યા છે. આઈસીસીએ કહ્યું કે, શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિ ત્રણ વખત ICC અધ્યક્ષ બની શકે છે અને તેનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ટૂંક સમયમાં ચેરમેન તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે અને તેમનો વર્તમાન કાર્યકાળ 30 નવેમ્બરે પૂરો થશે.
અત્યાર સુધીમાં 4 ભારતીય ICCના ચેરમેન બન્યા છે
અત્યાર સુધી 4 ભારતીયો ICC ચીફનું પદ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997-2000 સુધી ICC પ્રમુખ હતા. શરદ પવાર 2010થી 2012 સુધી પ્રમુખ પણ હતા. એન શ્રીનિવાસન 2014-15માં ICCના અધ્યક્ષ હતા અને શશાંક મનોહર 2015-2020 સુધી હતા.
BCCIમાં જય શાહનું સ્થાન કોણ લેશે?
મીડિયા રિપોર્ટ મુજબ જો જય શાહ આઈસીસીના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન બીસીસીઆઈ સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.








