BCCI એ જાહેર કર્યું ઘરેલુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ, જાણો ક્યારે શરૂ થઈ છે કઈ સિઝન

સોર્સ : GSTV
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી ઘરેલુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બોર્ડે કુલ 6 સિનિયર ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં બોર્ડે દુલીપ ટ્રોફી ઉપરાંત, ઈરાની કપ, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સિનિયર મહિલા T20 ટ્રોફી અને સિનિયર મહિલા ODI કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
BCCIએ જાહેર કર્યુ 6 મોટી ટુર્નામેન્ટનું શેડ્યૂલ
| ટુર્નામેન્ટ | ગ્રુપ | શરૂ થવાની તારીખ | પૂર્ણ થવાની તારીખ |
| દુલીપ ટ્રોફી | - | 28 ઓગસ્ટ | 15 સપ્ટેમ્બર |
| ઈરાની કપ | - | 1 ઓક્ટોબર | 5 ઓક્ટોબર |
| રણજી ટ્રોફી | એલીટ ગ્રુપ | 15 ઓક્ટોબર | 28 ફેબ્રુઆરી |
| પ્લેટ ગ્રુપ | 15 ઓક્ટોબર | 26 જાન્યુઆરી | |
| વિજય હજારે ટ્રોફી | એલીટ ગ્રુપ | 24 ડિસેમ્બર | 18 જાન્યુઆરી |
| પ્લેટ ગ્રુપ | 24 ડિસેમ્બર | 6 જાન્યુઆરી | |
| સૈયદ મુશ્તાક અલી ટ્રોફી | એલીટ ગ્રુપ | 26 નવેમ્બર | 18 ડિસેમ્બર |
| પ્લેટ ગ્રુપ | 26 નવેમ્બર | 6 ડિસેમ્બર |
આજ પ્રમાણે સિનિયર મહિલા T20 ટ્રોફી એલીટ ગ્રુપ 8 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન રમાશે, જ્યારે પ્લેટ ગ્રુપ 8 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ ઉપરાંત, સિનિયર મહિલા ODI એલીટ ગ્રુપ 6 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, જ્યારે પ્લેટ ગ્રુપ 6 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.

