BCCIએ ગ્રાઉન્ડ મેન અને ક્યુરેટર્સ માટે ખોલ્યો ખજાનો, ઈનામ તરીકે મળશે લાખો રૂપિયા
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL2024નું ટાઈટલ પોતાના નામે કર્યું છે. શાહરૂખની ટીમી અત્યાર સુધી ત્રીજી વખત ચેમ્પિયન

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL2024નું ટાઈટલ પોતાના નામે કર્યું છે. શાહરૂખની ટીમી અત્યાર સુધી ત્રીજી વખત ચેમ્પિયન બની છે. IPL 2024ની વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ તેમજ ગ્રાઉન્ડ મેન અને ક્યુરેટર્સ માટે ખજાના ખોલી દીધા છે. BCCI સેક્રેટરી જય શાહે ગ્રાઉન્ડ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ 10 મેદાનોના સ્ટાફને આ રકમ મળશે. આ સિવાય ત્રણ વધારાના મેદાનના સ્ટાફને પણ મોટી રકમ મળશે.
BCCI સેક્રેટરી જય શાહે X પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેમણે ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્યુરેટર્સ માટે મોટી જાહેરાત કરી છે. જય શાહે જાહેરાત કરતા લખ્યું, "અમારી સફળ T20 સીઝન (IPL 2024) માટે રંગમંચના પડદા પાછળના હીરોઝ ગ્રાઉન્ડ સ્ટાફનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે ખરાબ હવામાનમાં પણ સારી પિચ તૈયાર કરી હતી. 10 નિયમિત IPL મેદાનના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટરને 25-25 લાખ રૂપિયા મળશે. જ્યારે 3 વધારાના મેદાનના સ્ટાફને 10 લાખ રૂપિયા મળશે. તમારા સમર્પણ અને સખત મહેનત માટે ધન્યવાદ.
જો આઈપીએલ ટીમોની ઈનામી રકમની વાત કરીએ તો ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને ઈનામ તરીકે 12.5 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા મળશે. રાજસ્થાનને બીજા ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા મળશે. આરસીબીને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે કોલકાતાએ ત્રીજું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ ટીમ 2012માં પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. આ પછી તેણે 2014માં ફાઈનલ મેચ જીતી હતી. હવે ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે.






