Paris Olympics 2024: ઓલિમ્પિક શરૂ થાય પહેલા BCCIએ કરી મોટી જાહેરાત, ખેલાડીઓ માટે તિજોરી ખોલી દીધી
પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતમાંથી 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેશે. ત્યારે બીસીસીઆઈએ

પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતમાંથી 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેશે. ત્યારે બીસીસીઆઈએ આ ખેલાડીઓ માટે તિજોરી ખોલી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલિમ્પિક સંઘને 8.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સેક્રેટરી જય શાહે પેરિસ ઓલિમ્પિક 2024 અંગે X પર ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે, 'મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે BCCI 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એથ્લેટ્સને સમર્થન કરશે. અમે અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. અમે સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતને ગૌરવ અપાવો! જય હિન્દ.
પેરિસ ઓલિમ્પિક 2024નો 26 જુલાઈથી આગાઝ થશે
તમને જણાવી દઈએ કે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. આ સિવાય રમતગમત મંત્રાલયે સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે, જેમાં સ્પોર્ટ્સ અધિકારીઓ પણ સામેલ છે. સહાયક સ્ટાફના 72 સભ્યોને સરકારી ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.
ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાને રૂ. 125 કરોડનો ચેક આપ્યો હતો
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ જૂનમાં ટી-20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટિંગ સ્ટાફને 125 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા હતા.








