મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાના હેડ કોચના નામનો વિલંબ કેમ? શું BCCI અને ગંભીર વચ્ચે સેલેરી મુદ્દે વાત અટકી!

BCCI-Gambhir between salary issue delay head coach of Team India? | ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીતવાની સાથે મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્

ટીમ ઈન્ડિયાના હેડ કોચના નામનો વિલંબ કેમ? શું BCCI અને ગંભીર વચ્ચે સેલેરી મુદ્દે વાત અટકી!

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીતવાની સાથે મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો છે. પરંતુ હજુ સુધી મુખ્ય કોચના નામની જાહેરાત થઈ નથી. ભારતના ભૂતપૂર્વ ઓપનર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર ગૌતમ ગંભીર મુખ્ય કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે. તેમણે KKR માટે વિદાયનો વીડિયો પણ શૂટ કર્યો છે. પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે BCCI નવા કોચ તરીકે ગંભીરની નિમણૂકમાં વિલંબ કેમ કરી રહી છે? તેનું કારણ સામે આવ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ BCCI અને ગૌતમ ગંભીર વચ્ચે સેલેરી અંગે ચોખવટ ન થતાં હેડ કોચના નામની જાહેરાતમાં વિલંબ થયો છે.  

ગંભીરને કેટલા કરોડ મળશે?

મળતી માહિતી મુજબ ગંભીર અને BCCI વચ્ચે પગારને લઈને વાતચીત અંતિમ તબક્કામાં છે. ગંભીરની સેલેરીની સ્પષ્ટતા થતાં જ BCCI નિમણૂકની જાહેરાત કરશે. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષો)ના મુખ્ય કોચના પગારને લઈને વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. BCCIએ હેડ કોચની અરજીની જાહેરાતમાં પગાર - વાતચીતના આધારે અને અનુભવને અનુરૂપ હશે. ગૌતમ ગંભીરને દ્રવિડ કરતાં વધુ પગાર મળવાની આશા છે. દ્રવિડનો વાર્ષિક પગાર લગભગ 12 કરોડ રૂપિયા હતો. ગંભીરને કેટલો પગાર મળશે તે જોવું રહ્યું.

સહાયક સ્ટાફની નિમણૂંક બાકી

જણાવી દઈએ કે જો ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ બનશે તો આ તેની નેશનલ લેવલની નવી શરૂઆત હશે. તે હજુ સુધી કોઈ ટીમનો મુખ્ય કોચ બન્યો નથી. ગૌતમ ગંભીરનો કોચિંગનો અનુભવ IPLમાં રહ્યો છે. KKR એ IPL 2024 ટ્રોફી જીતી. એ અગાઉ બે સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) નો મેન્ટર હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI ટૂંક સમયમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવશે. T20 વર્લ્ડ કપ પછી બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

વીવીએસ લક્ષ્મણ વચગાળાના કોચ

કહેવામાં આવી રહ્યું છે કે અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ બીસીસીઆઈ ગંભીરને સપોર્ટ સ્ટાફ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી શકે છે. શુભમન ગિલના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા VVS લક્ષ્મણ ઝિમ્બાબ્વે T20 શ્રેણીમાં ભારતના વચગાળાના કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો