Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI fines Shubman Gill after match against Delhi

VIDEO: IPL 2026માં પહેલી જીત બાદ શુભમન ગિલને મળી સજા, BCCIએ ગુજરાતના કેપ્ટનને ફટકાર્યો દંડ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે સ્લો ઓવર રેટ જાળવવા બદલ BCCI દ્વારા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત છેલ્લા બોલ પર દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં માત્ર એક રનથી જીત્યું હતું. આ જીત વર્તમાન સિઝનમાં તેની પહેલી જીત હતી, પરંતુ આ જીત પછી ગિલ પર લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

App Store

ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને તેની ટીમના સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં ટીમનો આ પહેલો ગુનો હોવાથી તેને IPL આચાર સંહિતાના કલમ 2.2 હેઠળ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મેચની વાત કરીએ તો, GT એ દિલ્હીને 1 રનથી હરાવીને રોમાંચક જીત મેળવી હતી. 211 રનનો ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હી 8 વિકેટે 209 રન જ બનાવી શક્યું. ડેવિડ મિલરના છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રન ન લેવાના નિર્ણયથી દિલ્હીની હાર થઈ. મિલર જે એક સમયે ટીમનો હીરો હતો, તે એક જ ક્ષણમાં વિલન બની ગયો.

IPL સ્લો ઓવર રેટનો નિયમ શું છે?

IPLમાં દરેક ટીમે નિર્ધારિત સમયની અંદર 20 ઓવરનો પોતાનો ક્વોટા પૂર્ણ કરવાનો હોય છે. આમ કરવામાં નિષ્ફળતાને સ્લો ઓવર રેટ ગણવામાં આવે છે અને કેપ્ટનને દંડ ફટકારવામાં આવે છે.

એક ઈનિંગ સામાન્ય રીતે લગભગ 90 મિનિટમાં પૂર્ણ થાય છે. ટાઈમ આઉટ અને બ્રેક સિવાય, ઓવર રેટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને મેચ રેફરી ખાતરી કરે છે કે ટીમ નિર્ધારિત સમય કરતાં પાછળ તો નથી ચાલી રહી. જો કોઈ ટીમ પહેલી વાર સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે છે, તો કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

જો કોઈ ટીમ બીજી વખત આવું કરે છે, તો કેપ્ટનને 24 લાખ રૂપિયાનો દંડ અને બાકીના ખેલાડીઓને તેમની મેચ ફીના અમુક ટકાના દંડનો સામનો કરવો પડે છે. ત્રીજા ગુનામાં ભારે દંડ અને કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.

ગુજરાત આગામી મેચમાં લખનૌ સામે ટકરાશે

IPL 2026માં પોતાની પહેલી જીત મેળવનાર ગુજરાત ટાઈટન્સનો આગામી મુકાબલો રવિવાર, 12 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 11 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.