BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે તમામ ટીમોની જાહેરાત કરી, રિંકુ સિંહને મળી તક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દુલીપ ટ્રોફી 2024ના બીજા રાઉન્ડ માટે તમામ ટીમોની જાહેરાત કરી છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દુલીપ ટ્રોફી 2024ના બીજા રાઉન્ડ માટે તમામ ટીમોની જાહેરાત કરી છે. બીજો રાઉન્ડ 12 ઓક્ટોબરથી અનંતપુરમાં શરૂ થશે. ટ્રોફીના પ્રથમ રાઉન્ડની એક મેચ બેંગલુરુમાં અને બીજી અનંતપુરમાં રમાઈ હતી. બીજા રાઉન્ડ માટે ઈન્ડિયા A, ઈન્ડિયા B અને ઈન્ડિયા Dમાં મોટા ફેરફારો થયા છે, જ્યારે ઈન્ડિયા Cમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટીમમાં ફેરફારને કારણે રિંકુ સિંહને ઈન્ડિયા Bમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા A ના ફેરફારો
ઈન્ડિયા Aમાં કેપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપના રૂપમાં બદલાવ જોવા મળ્યો. આ તમામ ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની ઈન્ટરનેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
પસંદગીકારોએ ગિલના સ્થાને પ્રથમ સિંહ (રેલ્વે), કેએલ રાહુલના સ્થાને અક્ષય વાડકર (વિદર્ભ CA) અને ધ્રુવ જુરેલના સ્થાને એસકે રશીદ (આંધ્ર CA) નો સમાવેશ કર્યો છે. આ સિવાય કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર શમ્સ મુલાની ટીમમાં સામેલ થશે, જ્યારે આકાશદીપની જગ્યાએ આકિબ ખાન (UP CA) ટીમનો ભાગ હશે. મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઈન્ડિયા Aની અપડેટેડ ટીમ
મયંક અગ્રવાલ (કેપ્ટન), રિયન પરાગ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહેમદ, અવેશ ખાન, કુમાર કુશાગરા, શાસ્વત રાવત, પ્રથમ સિંહ, અક્ષય વાડકર, એસકે રશીદ, શમ્સ મુલાની, આકિબ ખાન.
ઈન્ડિયા Bના ફેરફારો
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઈન્ડિયા B તરફથી રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને યશ દયાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. પંત અને જયસ્વાલની જગ્યાએ સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને ટીમમાં લાવવામાં આવ્યા છે. સરફરાઝ ખાન બીજા રાઉન્ડ માટે પણ ઉપલબ્ધ રહેશે. હિમાંશુ મંત્રીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા Bની અપડેટેડ ટીમ
અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), સરફરાઝ ખાન, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, રિંકુ સિંહ, હિમાંશુ મંત્રી (વિકેટકીપર).
ઈન્ડિયા Dના ફેરફારો
ઈન્ડિયા Dમાંથી અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે નાની ઈજાના કારણે બહાર છે. અક્ષરના સ્થાને નિશાંત સિંધુ અને તુષારના સ્થાને ઈન્ડિયા Aના વિદ્વત કાવેરપ્પને સ્થાન આપવામાં આવ્યું છે.
ઈન્ડિયા Dની અપડેટેડ ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, રિકી ભુઈ, સારાંશ જૈન, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટકીપર), સૌરભ કુમાર, સંજુ સેમસન (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિદ્વત કાવેરપ્પા.








