મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 / BCCIના કડક નિયમોથી વધી વિદેશી ખેલાડીઓની મુશ્કેલી, હવે કરવું પડશે આ કામ

IPL મેગા ઓક્શન 2025 પહેલા, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે રીટેન્શન અને અન્ય નિયમો જા

IPL 2025 / BCCIના કડક નિયમોથી વધી વિદેશી ખેલાડીઓની મુશ્કેલી, હવે કરવું પડશે આ કામ

IPL મેગા ઓક્શન 2025 પહેલા, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે રીટેન્શન અને અન્ય નિયમો જારી કર્યા છે. મીટીંગ બાદ IPL ગવર્નિંગ કાઉન્સિલે ઓક્શન માટે ટીમોના પર્સમાં વધારવાનો નિર્ણય લીધો હતો. હવે IPLની ટીમો હરાજીમાં 120 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. ઉપરાંત, IPL ટીમો તેમના 6 ખેલાડીઓને રિટેન કરી શકશે અને તેમની પાસે રાઈટ ટુ મેચ કાર્ડ પણ હશે, પરંતુ આ વખતે વિદેશી ખેલાડીઓ માટે કડક નિયમો હશે.

ઓક્શન પહેલા કરાવવું પડશે રજીસ્ટ્રેશન

BCCIના નવા નિયમ બાદ હવે મેગા ઓક્શન પહેલા દર વખતે વિદેશી ખેલાડીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જો વિદેશી ખેલાડીઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમને ઓક્શન માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે. આ સિવાય, જો કોઈ ટીમ ઓક્શનમાં કોઈ ખેલાડીને ખરીદે છે અને તે ખેલાડી સિઝનની શરૂઆત પહેલા પોતાને અનુપલબ્ધ જાહેર કરે છે, તો તે ખેલાડીને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, તે ખેલાડીને 2 સિઝન માટે ઓક્શન માં ભાગ લેવાનો અધિકાર નહીં રહે.

વર્ષોથી, એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે વિદેશી ખેલાડીઓએ  અંગત કારણોને ટાંકીને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આખી સિઝન માટે પોતાને અનુપલબ્ધ કર્યા હતા. આનાથી IPL ટીમની રણનીતિ અને ગેમ પ્લાન પર નકારાત્મક અસર પડી છે. તેને જોતા BCCIએ કડક નિર્ણય લીધો છે. હવે વિદેશી ખેલાડીઓએ દરેક કિંમતે IPL માટે BCCIની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. માનવામાં આવે છે કે BCCIના નવા નિર્ણય બાદ IPL ટીમો માટે રણનીતિ બનાવવામાં સરળતા રહેશે.

આ સમાચાર શેર કરો