મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા BCCIએ વિરાટ નહીં પણ હાર્દિક પાસેથી લીધી હતી આ સલાહ

BCCIએ ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી છે. ગૌતમ ગંભીર 2027 સુધી ટીમ ઈન

ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા BCCIએ વિરાટ નહીં પણ હાર્દિક પાસેથી લીધી હતી આ સલાહ

BCCIએ ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી છે. ગૌતમ ગંભીર 2027 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરને અભિનંદન અપાઈ રહ્યા છે. આ દરમિયાન ગૌતમ ગંભીર ઉપરાંત વિરાટ કોહલી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. ક્રિકેટ ફેન્સને વિરાટ કોહલી અને ગંભીર વચ્ચેનો જુનો ઝઘડો યાદ આવ્યો હતો. ફેન્સ સવાલ કરી રહ્યા હતા કે કોહલી ગૌતમ ગંભીરની આગેવાનીમાં કેવી રીતે રમી શકશે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માહિતી સામે આવી રહી છે કે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરતા પહેલા BCCIએ અનુભવી ખેલાડી વિરાટ કોહલીની સલાહ લીધી ન હતી. જ્યારે આ નિર્ણય લેતા પહેલા BCCIએ હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની સલાહ માંગી હતી. 

ગંભીર કેવી રીતે કોચ બન્યો

ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યો અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી બેન્ચે સર્વસંમતિથી ગૌતમ ગંભીરને ટીમના નવા મુખ્ય કોચ તરીકે પસંદ કર્યા હતા. ગૌતમ ગંભીર ઉપરાંત પૂર્વ બેટ્સમેન ડબલ્યુવી રમને પણ આ પદ માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો. કોચ તરીકે ગૌતમ ગંભીર શ્રીલંકાનો પ્રથમ પ્રવાસ ખેડશે. જ્યાં ટીમ ઈન્ડિયા 3 T20 અને 3 વન ડે મેચોની શ્રેણી રમવાની છે.
 
રોહિત શર્માનું આગામી લક્ષ્ય વર્ષની ICC ચેમ્પિયન્સ ટ્રોફી છે. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં આ ટ્રોફી રમવા જશે. રોહિત-ગંભીર સાથે મેચ પણ રમી ચૂક્યા છે. મેદાન પર અને મેદાનની બહાર આ બંને વચ્ચે સારો તાલમેલ છે. BCCIએ રોહિત શર્માની સલાહ લીધા બાદ જ ગૌતમ ગંભીરની કોચ તરીકે નિમણૂક કરી છે.
 
બીસીસીઆઈએ ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા હાર્દિક પંડ્યાની સલાહ પણ લીધી હતી. એવું માનવામાં આવે છે કે રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે હાર્દિક પંડ્યાને T20 ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આ પહેલા હાર્દિકે 2022થી 2023 વચ્ચે ટીમની કમાન સંભાળી હતી. ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક ટીમનો વાઇસ કેપ્ટન હતો. આ કારણથી બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા સાથે પણ કોચ બાબતે ચર્ચા કરી છે.

આ સમાચાર શેર કરો