Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Bangladeshi cricketer beaten by police

બાંગ્લાદેશી ક્રિકેટર સાથે દુર્વ્યવહાર, પોલસે લાકડીઓ અને પાઇપથી માર્યાનો આરોપ; BCB લાલઘૂમ 

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બાંગ્લાદેશી ક્રિકેટર સાથે દુર્વ્યવહાર, પોલસે લાકડીઓ અને પાઇપથી માર્યાનો આરોપ; BCB લાલઘૂમ 
સોર્સ : GSTV

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નઈમ હસન (Nayeem Hasan) સાથે પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક મારપીટ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ ઘટનાને પગલે બાંગ્લાદેશ ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ સમગ્ર ઘટનાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવીને સરકાર પાસે ન્યાયી તપાસની માંગ કરી છે. બોર્ડના નવા અધ્યક્ષ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર તમીમ ઇકબાલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી નિંદા કરીને સ્પિનર નઈમ હસનને તમામ સંભવિત મદદની ખાતરી આપી છે.

App Store

BCB લાલઘૂમ 

BCB અધ્યક્ષ તમીમ ઇકબાલે જણાવ્યું હતું કે "ગઈરાત્રે નઈમ હસન સાથે જે કંઈ પણ થયું તે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ઘટનાની જાણ થતાં જ મેં ગઈરાત્રે જ નઈમ સાથે ફોન પર વાત કરી હતી અને તેને સુરક્ષા તેમજ કાનૂની મદદનો ભરોસો આપ્યો છે. આ મુદ્દે મેં બોર્ડના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે."

શું છે સમગ્ર મામલો અને કેવી રીતે બની ઘટના?

મળતી વિગતો અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે ચટ્ટગ્રામ (Chattogram) ખાતે બની હતી. ઓફ-સ્પિનર નઈમ હસન ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં ભાગ લઈને ઢાકા એરપોર્ટથી કાર દ્વારા પોતાના ઘરે ચટ્ટગ્રામ પરત ફરી રહ્યો હતો. રાત્રિના અંધારામાં કેટલાક પોલીસકર્મીઓએ તેની કારને અધવચ્ચે રોકી લીધી હતી અને કોઈપણ કારણ વગર તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

"મેં ઓળખ આપી છતાં પ્લાસ્ટિકની પાઇપ અને દંડાથી પીટ્યો" - નઈમ હસન

મીડિયા રિપોર્ટ્સ અને નઈમ હસનના જણાવ્યા અનુસાર, તેણે પોલીસકર્મીઓને વારંવાર વિનંતી કરી હતી અને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાની ઓળખ પણ આપી હતી, તેમ છતાં પોલીસે માર મારવાનું ચાલુ રાખ્યું હતું. નઈમે આરોપ લગાવ્યો છે કે, "પોલીસકર્મીઓ મને લાકડીઓ અને પ્લાસ્ટિકની પાઇપ વડે બેરહેમપણે મારતા રહ્યા. ત્યારબાદ તેઓ મને સત્તાવાર પોલીસ જીપના બદલે એક ખાનગી સીએનજી (CNG) રીક્ષામાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યારે મેં પોલીસ સ્ટેશનમાં મારી વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મને આંખો નીચે રાખવા ધમકાવ્યો હતો."

તપાસની માંગ કરાઈ 

નઈમે સવાલ ઉઠાવ્યો છે કે, "જો તે ખરેખર ઓન-ડ્યુટી પોલીસ અધિકારીઓ હતા તો મને સરકારી વાહનના બદલે રીક્ષામાં કેમ લઈ ગયા?" તેણે આ મામલે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી સાથે પોલીસનું આવું વર્તન બિલકુલ સહન કરવામાં આવશે નહીં અને દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ તુરંત જ કડક પગલાં લેવાવા જોઈએ.