ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, 19 સપ્ટેમ્બરથી રમાશે પ્રથમ ટેસ્ટ
ભારત સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશે પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ ભારત સામે 2 ટ

ભારત સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશે પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ ભારત સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે.પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇ અને બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાશે.
તાજેતરમાં પાકિસ્તાનને 2-0થી હરાવનાર બાંગ્લાદેશની ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. શરીફુલ ઇસ્લામના સ્થાને જેકર અલી અનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ
નઝમુલ હસન શાંતો (કેપ્ટન), મહમદુલ હસન જોય, ઝાકિર હસન, શદમન ઇસ્લામ, મોમીનુલ હક, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મહેદી હસન મિરાઝ, તૈજુલ ઇસ્લામ, નઇમ હસન, નાહિદ રાણા, હસન મહમુદ, તસ્કીન અહમદ, સૈયદ ખાલીદ અહેમદ, જેકર અલી અનિક
ભારત-બાંગ્લાદેશ સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઇમાં રમાશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. ટેસ્ટ મેચ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. તે બાદ સિરીઝની બીજી મેચ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાશે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સિરીઝનો 6 ઓક્ટોબરથી પ્રારંભ
ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ પણ રમાશએ. સિરીઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે. તે બાદ બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ








