મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાંગ્લાદેશે ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, પાકિસ્તાનને પ્રથમ વખત 10 વિકેટે હરાવ્યું

બાંગ્લાદેશે પાકિસ્તાનને રાવલપિંડી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. બાંગ્લા

બાંગ્લાદેશે ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, પાકિસ્તાનને પ્રથમ વખત 10 વિકેટે હરાવ્યું

બાંગ્લાદેશે પાકિસ્તાનને રાવલપિંડી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 191 રનની ઇનિંગ્સ રમી હતી.

પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટના નુકસાન પર 448 રન બનાવ્યા હતા. ટીમે તે બાદ ઇનિંગ્સ ડિકલેર કરી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલે 141 રનની ભાગીદારી નોંધાવી હતી. મોહમ્મદ રિઝવાને 239 બોલમાં અણનમ 171 રન બનાવ્યા હતા. સેમ અયુબે 56 રનનું યોગદાન આપ્યું હતું.

બાંગ્લાદેશે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ્સમાં 565 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે 191 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા સદમન ઇસ્લામે 93 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજે 77 જ્યારે મોમિનુલ હકે 50 રનનું યોગદાન આપ્યું હતું.

બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન 146 રનમાં ઓલ આઉટ

પાકિસ્તાનનું બીજી ઇનિંગ્સમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. મોહમ્મદ રિઝવાન સિવાય કોઇ પણ બેટ્સમેન ચાલી શક્યો નહતો. રિઝવાને બીજી ઇનિંગ્સમાં 51 રન બનાવ્યા હતા. શફીકે 37 રનની ઇનિંગ્સ રમી હતી. બાબર આઝમ ફરી એક વખત ફ્લોપ રહ્યો હતો અને માત્ર 22 રન બનાવીને આઉટ થયો હતો.

આ સમાચાર શેર કરો