Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Bangladesh cricket team managed to defeat Australia in an ODI after 21 years, Australian team lost by 86 runs

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ, ઓસ્ટ્રેલિયન ટીમે 86 રનથી હારનો સામનો કર્યો

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે  21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ,  ઓસ્ટ્રેલિયન ટીમે 86 રનથી હારનો સામનો કર્યો
સોર્સ : gstv

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. 9 જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને 86 રનથી હરાવી દીધી છે. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે તેમણે 21 વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં વરસાદ પડવાને કારણે ડકવર્થ લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

App Store

ત્રણ બેટર્સની ફિફ્ટી અને મોસાદ્દેક હુસૈનની ધમાકેદાર વાપસી

મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરતા 50 ઓવરમાં 8 વિકેટે 284 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી ટોપ ઓર્ડરમાં તંજીદ હસને 54 રન અને નજમુલ હુસૈન શાંતોએ 67 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, આકર્ષણનું કેન્દ્ર 4 વર્ષ પછી વનડે ટીમમાં વાપસી કરી રહેલો મોસાદ્દેક હુસૈન રહ્યો હતો, જેણે લોઅર ઓર્ડરમાં આવીને સૌથી વધુ 86 રનની અણનમ ઇનિંગ્સ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે લિયામ સ્કોટ અને મેટ રેનશોને 2-2 વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત, નાહિદ રાણાની ઘાતક બોલિંગ

285 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ શૂન્ય રન પર જ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર 2 રન પર પહોંચતા બીજી વિકેટ પણ પડી ગઈ હતી. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ ઘાતક બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના 4 બેટર્સને આઉટ કર્યા હતા. જ્યારે મોસાદ્દેક હુસૈને બોલિંગમાં પણ કમાલ કરતા 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને અણનમ 52 રનની ફિફ્ટી ફટકારીહોવા છતાં તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.

વરસાદની એન્ટ્રી અને બાંગ્લાદેશનો ઐતિહાસિક વિજય

જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે 42.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા, ત્યારે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ ન રોકાવાને કારણે આખરે ડકવર્થ લુઈસ (DLS) નિયમ લાગુ કરવામાં આવ્યો અને બાંગ્લાદેશને 86 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું. બેટિંગ અને બોલિંગ બંનેમાં અદ્ભુત પ્રદર્શન કરનાર મોસાદ્દેક હુસૈનને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો. આ જીત સાથે બાંગ્લાદેશે 3 મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે અને સિરીઝની આગામી મેચ 11 જૂને ઢાકાના આ જ મેદાન પર રમાશે.

ટોપિક્સ:gstv newscricket