મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બજરંગ પુનિયાએ વિનેશ ફોગાટના સ્વાગત દરમિયાન કર્યું ત્રિરંગાનું અપમાન, ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ

ભારતનો ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા વિવાદોમાં ફસાયેલો જોવ

બજરંગ પુનિયાએ વિનેશ ફોગાટના સ્વાગત દરમિયાન કર્યું ત્રિરંગાનું અપમાન, ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ

ભારતનો ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા વિવાદોમાં ફસાયેલો જોવા મળે છે. બજરંગ પુનિયાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં બજરંગ પુનિયા ત્રિરંગાની ઉપર ઊભેલો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ફોટો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. બજરંગ પુનિયા પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલી રેસલર વિનેશ પુનિયાનું સ્વાગત કરવા ગયો હતો, પરંતુ હવે આ રેસલર વિવાદોમાં ઘેરાઈ ગયો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ફેન્સે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

સોશિયલ મીડિયા યુઝર્સ સતત બજરંગ પુનિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ રેસલરે ભારતના ત્રિરંગાનું અપમાન કર્યું છે. તસવીરો ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરી છે. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ઘણા પ્રખ્યાત ચહેરાઓ તેનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશ ફોગાટ મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી. વાસ્તવમાં, વિનેશ ફોગાટે 50 કિલો વજન વર્ગમાં ભાગ લીધો હતો. પરંતુ આ કુસ્તીબાજનું વજન ફાઈનલ પહેલા માત્ર 100 ગ્રામ વધુ હતું, જે બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ રીતે વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચવા છતાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી. જો કે, આ પછી વિનેશ ફોગાટે રમતગમત માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં અપીલ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો