મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતનાર પેટ કમિન્સ બન્યો ડ્રિંક્સ બોય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં ઓમાનને 3

ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતનાર પેટ કમિન્સ બન્યો ડ્રિંક્સ બોય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં ઓમાનને 39 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓલરાઉન્ડર મિચેલ માર્શે પેટ કમિન્સને બદલે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી. જોકે પેટ કમિન્સનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પેટ કમિન્સ ડ્રિંક્સ બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ફોટો 

સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે વર્લ્ડ કપ અને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર કેપ્ટન પોતાના ખેલાડીઓને ડ્રિંક્સ પહોંચાડી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ કહી રહ્યા છે કે આ ક્ષણ ખૂબ જ ખાસ છે, કારણ કે ખૂબ જ ઓછા મેચમાં જોવા મળે છે આવા સફળ કેપ્ટન ડ્રિંક્સ બોય બનીને ખેલાડીને ડ્રિંક્સ પહોંચાડે છે. પરંતુ પેટ કમિન્સે ફેન્સનું દિલ જીતી લીધું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની જીતમાં ડેવિડ વોર્નર અને માર્કસ સ્ટોઈનિસ ચમક્યા 

તમને જણાવી દઈએ કે ઓમાન સામે પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે 2 બેટ્સમેનોએ 50 રનનો આંકડો પાર કર્યો હતો. ડેવિડ વોર્નરે 41 બોલમાં 56 રન બનાવ્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે 36 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 2 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. આ શાનદાર ઈનિંગ્સ માટે માર્કસ સ્ટોઇનિસને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના 164 રનના જવાબમાં ઓમાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી.

આ સમાચાર શેર કરો