Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australian player falls ill after eating hotel food in kanpur

કાનપુર: હોટલનું ભોજન જમ્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતમાં બીમાર પડ્યા, એક ખેલાડી હોસ્પિટલમાં દાખલ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કાનપુર: હોટલનું ભોજન જમ્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતમાં બીમાર પડ્યા, એક ખેલાડી હોસ્પિટલમાં દાખલ
સોર્સ : GSTV

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે રમાયેલી ODI મેચ દરમિયાન ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા હતા. તે બધાને પેટની સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું હતુ, જેમાં ઝડપી બોલર હેનરી થોર્ન્ટનને ગંભીર હાલતમાં રીજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાકીના ત્રણ ખેલાડીઓને તબીબી તપાસ બાદ રજા આપવામાં આવી હતી. એવું સામે આવ્યું છે કે, કાનપુરમાં હોટલનું ભોજન જમ્યા પછી ખેલાડીઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલ કે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

App Store

ચાર ખેલાડીઓને તપાસ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા

ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજરના જણાવ્યા મુજબ, ચાર ખેલાડીઓને તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ ખેલાડીઓના રિપોર્ટ સામાન્ય આવ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. જોકે, હેનરી થોર્ન્ટનને ગંભીર ચેપના લક્ષણો દેખાયા, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. તેની સ્થિતિમાં સુધારો થયા પછી, તેને પણ હોટેલમાં પાછો મોકલાયો હતો. આ ઘટના બાદ ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાયેટ ચાર્ટમાં ફેરફાર કર્યો છે.

એક બીમાર ખેલાડી ભારત સામે ODI રમશે!

બીમાર પડેલો ખેલાડી પહેલી વનડે માટે ટીમનો ભાગ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ઓસ્ટ્રેલિયા A મેડિકલ ટીમ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને ખેલાડીઓને સ્થાનિક ખોરાક અને પાણી પ્રત્યે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. રીજન્સી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે થોર્ન્ટનની હાલતમાં સુધારો છે, પરંતુ તેમના મેદાનમાં પાછા ફરવાનો સમય હાલમાં નક્કી કરી શકાય તેમ નથી. હોટેલ લેન્ડમાર્કના મેનેજમેન્ટે આ સમગ્ર મામલે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.