મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / 43 વર્ષની ઉંમરે યુવરાજ સિંહે સુપરમેનની જેમ ઝડપ્યો કેચ, તાજી થઈ ગઈ જૂની યાદો

ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી મેચમાં, ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સને જીતવા માટે 223 રનનો ટ

VIDEO / 43 વર્ષની ઉંમરે યુવરાજ સિંહે સુપરમેનની જેમ ઝડપ્યો કેચ, તાજી થઈ ગઈ જૂની યાદો

ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી મેચમાં, ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લા બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં ઈન્ડિયા માસ્ટર્સ 4 રનથી જીત્યું હતું. આ મેચમાં યુવરાજ સિંહે એક શાનદાર કેચ પકડ્યો, જેને જોઈને યુવાન યુવરાજની યાદ આવી ગઈ. યુવરાજ સિંહ પોતાના સમયમાં વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરમાંથી હતો. શનિવારે રમાયેલી મેચમાં પણ તેની આવી જ ફિલ્ડિંગ જોવા મળી.

ઈરફાન પઠાણ દ્વારા ફેકવામાં આવેલા 8મી ઓવરના ત્રીજા બોલ પર લાહિરુ થિરિમાનેએ એક શક્તિશાળી શોટ માર્યો. બોલ બાઉન્ડ્રી તરફ ગયો, જ્યાં યુવરાજ સિંહ ઊભો હતો. તે બાઉન્ડ્રીથી થોડો આગળ ઊભો હતો. યુવરાજે હવામાં કૂદકો માર્યો અને બંને હાથે શાનદાર કેચ પકડ્યો.

43 વર્ષીય યુવરાજ સિંહ બન્યો સુપરમેન

યુવરાજ સિંહના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બધા તેના વખાણ કરી રહ્યા છે. આ કેચ પછી, ઈન્ડિયા માસ્ટર્સના ખેલાડીઓ સાથે મેદાનમાં બેઠેલા બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. સ્ટેન્ડમાં બેઠેલી ઈરફાન પઠાણની પત્ની અને સચિનની પુત્રી સારા તેંડુલકર પણ યુવરાજ સિંહ માટે તાળીઓ પાડી રહી હતી.

ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સને 4 રનથી હરાવ્યું

પ્રથમ બેટિંગ કરતા, ઈન્ડિયા માસ્ટર્સે 222 રન બનાવ્યા. ગુરકીરત સિંહે 32 બોલમાં 44 અને સ્ટુઅર્ટ બિન્નીએ 31 બોલમાં 68 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 22 બોલમાં 31 રન અને યુસુફ પઠાણે 22 બોલમાં 56 રન બનાવ્યા હતા.

આ પછી શ્રીલંકા માસ્ટર્સે પણ શાનદાર બેટિંગ કરી  હતી. અંતિમ ક્ષણોમાં એવું લાગતું હતું કે શ્રીલંકા જીતી જશે. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. અભિમન્યુ મિથુને 20મી ઓવરમાં માત્ર 4 રન આપીને ટીમને જીત અપાવી હતી.

આ સમાચાર શેર કરો