Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asia Cup 2025 Final IND vs PAK live telecast and probable playing eleven

IND vs PAK / દુબઈમાં થશે ભારત-પાકિસ્તાનની ઐતિહાસિક ટક્કર, જાણો લાઈવ ટેલિકાસ્ટથી પ્લેઈંગ ઈલેવન સુધીની વિગતો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / દુબઈમાં થશે ભારત-પાકિસ્તાનની ઐતિહાસિક ટક્કર, જાણો લાઈવ ટેલિકાસ્ટથી પ્લેઈંગ ઈલેવન સુધીની વિગતો
સોર્સ : GSTV

એશિયા કપ 2025 તેની રોમાંચક ફાઈનલ સુધી પહોંચી ગઈ છે, અને ક્રિકેટ ફેન્સ હવે ટુર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ જોશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલીવાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં ટકરાશે. આ મેચ ફક્ત ટ્રોફી માટે જ નહીં, પરંતુ ગૌરવ અને પ્રતિષ્ઠા માટે પણ હશે.

App Store

મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત-પાકિસ્તાન ફાઈનલ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7:30 વાગ્યે થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જે અગાઉ બંને ટીમો વચ્ચે ઘણી ઐતિહાસિક ટક્કરો જોઈ ચૂક્યું છે.

ક્યાં જોઈ શકશો લાઈવ?

ફેન્સ આ હાઈ-વોલ્ટેજ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકે છે. દરમિયાન, ડિજિટલ દર્શકો માટે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની LIV અને ફેનકોડ એપ પર ઉપલબ્ધ થશે.

ભારત અને પાકિસ્તાનની સફર

ટીમ ઈન્ડિયા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં, ટીમે બેટિંગ અને બોલિંગ બંનેથી પ્રભાવિત કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાને સુપર-4માં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની ટીમ ફાઈનલમાં પોતાની નબળાઈઓને દૂર કરવા અને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.

દુબઈની પિચ

એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ભારત-પાકિસ્તાન ફાઈનલ છે. દુબઈની પિચ પર બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળવાની અપેક્ષા છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓ મેદાન પર પોતાની છાપ છોડશે.

બંને ટીમો માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત- અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાન- સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સાહિબજાદા ફરહાન, સેમ અયૂબ, શાહીન શાહ આફ્રિદી.