મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રિટાયરમેન્ટ પછી અશ્વિન ભારત પરત ફર્યો, એરપોર્ટથી લઇને ઘર સુધી ફેન્સે કર્યું ભવ્ય સ્વાગત

બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી

રિટાયરમેન્ટ પછી અશ્વિન ભારત પરત ફર્યો, એરપોર્ટથી લઇને ઘર સુધી ફેન્સે કર્યું ભવ્ય સ્વાગત

બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રો થઇ હતી.મેચ બાદ ટીમ ઇન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી ચોંકાવી દીધા હતા. અશ્વિનને પર્થ ટેસ્ટમાં પોતાની અંતિમ મેચ રમી હતી. ગાબા ટેસ્ટમાં અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે સંન્યાસ લીધા બાદ અશ્વિન ભારત પરત ફર્યો છે. અશ્વિન ચેન્નાઇ એરપોર્ટથી સીધો પોતાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન ફેન્સે અશ્વિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી લઇને ઘર સુધી, અશ્વિનનું થયું જોરદાર સ્વાગત

રવિચંદ્રન અશ્વિન જેવો જ 19 ડિસેમ્બરે સવારે ચેન્નાઇ એરપોર્ટથી બહાર નીકળ્યો ત્યારે પહેલા મીડિયા અને ફેન્સની ભીડ હાજર હતી. અશ્વિનનો પરિવાર પણ તેને લેવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન અશ્વિને તેની તસવીર લેવાનો ઇનકાર કરી દીધો હતો. ઘરે પહોંચતા જ તેનું પારંપરીક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અશ્વિનને માળા પહેરાવવામાં આવી હતી અને આ દરમિયાન અશ્વિને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. અશ્વિન તમામનો આભાર માનતા ઘરની અંદર જતો રહ્યો હતો.

અશ્વિનની ટેસ્ટ કરિયરની વાત કરીએ તો 116 ટેસ્ટ મેચમાં તેને 537 વિકેટ ઝડપી છે. આ સિવાય તેને 6 સદી પણ ફટકારી છે.

આ સમાચાર શેર કરો