PBKS Vs MI: એકલા હાથે મુંબઈના છક્કા છોડાવનાર આશુતોષ શર્મા કોણ છે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં 18 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હત

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં 18 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જોકે, આ મેચ પંજાબના ખેલાડીએ આશુતોષ શર્માએ મુંબઈના હાથમાંથી છીનવી લીધી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં મુંબઈ માંડ માંડ જીત્યુ હતું.
મુંબઈએ આપેલા 193 રનના ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ પ્રભસિમરન 0 રન પેવેલિયન ભેગો થઈ હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા 77 રનમાં 6 ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. પરિણામે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારે આશુતોષ શર્મા આક્રમક બેટિંગ કરીને ટીમને એકદમ જીતની નજીક લઈ ગયો હતો.
28 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી
આશુતોષે મુંબઈ સામે માત્ર 28 બોલમાં 2 ફોર અને 7 સિક્સર ફટકારીને 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ ક્રિકેટ ફેન્સમાં તેની ચર્ચા થવા લાગી છે. તેના વિશે જાણવાની ઉત્સુકતા જાગી છે.
આશુતોષ શર્મા કોણ છે?
આશુતોષ શર્માનો જન્મ મધ્યપ્રદેશના રતલામમાં થયો હતો. 25 વર્ષીય ખેલાડી માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના ક્રિકેટ ટેલેન્ટને નિખારવા માટે ઇન્દોર જતો રહ્યો હતો. આશુતોષે વર્ષ 2022માં રેલવે તરફથી પ્રસ્તાવ મળ્યો અને તેણે રેલવે માટે રમવાનું શરુ કર્યું હતું.
તેણે અત્યાર સુધી 4 ફર્સ્ટ ક્લાસ, 7 લિસ્ટ A અને 16 ટી-20 મેચમાં અનુક્રમે 268, 56 અને 450 રન બનાવ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 11 બોલમાં અડધી સદી ફટકારીને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો.
પંજાબે આશુતોષને 20 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો
આશુતોષે અરુણાચલ પ્રદેશ સામે 12 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે 1 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન, તે પંજાબ કિંગ્સના કોચ સંજય બાંગરની નજરમાં પડ્યો અને IPL 2024ની હરાજીમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.








