મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK: બાબર આઉટ થતાં જ સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ, લોકોએ બનાવ્યા અવનવા મીમ્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બાબર આઝમને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હત

IND vs PAK: બાબર આઉટ થતાં જ સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ, લોકોએ બનાવ્યા અવનવા મીમ્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બાબર આઝમને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. બાબર આઝમ ફરી એકવાર પાકિસ્તાનને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. હાઈ પ્રેશર મેચમાં તેણે 26 બોલનો સામનો કરીને માત્ર 23 રન બનાવ્યા હતા. બાબરને આઉટ કર્યા બાદ પંડ્યાએ બાય-બાય એક્શન કર્યું જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની ધીમી ઈનિંગ બાદ આ મેચમાં પણ બાબર નિષ્ફળ જવાને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવ્યો છે. ક્રિકેટ ચાહકો તેની સાથે મસ્તી કરી રહ્યા છે. આવો અમે તમને આવા જ કેટલાક મીમ્સ પણ બતાવીએ.

હાર્દિક પંડ્યાની પ્રતિક્રિયા

બાબર આઝમની વિકેટ લીધા બાદ હાર્દિક પંડ્યાનું સેલિબ્રેશન અદ્ભુત હતું. તેમણે ઠંડા ઉજવણી સાથે બાબરને વિદાય આપી. સોશિયલ મીડિયા પર હાર્દિકના આ સેલિબ્રેશનને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રોમાંચક મેચમાં પંડ્યાએ તેની બીજી ઓવરમાં બાબરને પેવેલિયન પરત મોકલી દીધો હતો.

આ સમાચાર શેર કરો