Copa America Final: આર્જેન્ટીના કોપા અમેરિકામાં ચેમ્પિયન, 16મી વખત જીત્યો ખિતાબ
આર્જેન્ટીનાએ સતત બીજી વખત કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો છે. કોલંબિયા વિરૂદ્ધ નિર્ધારિત સમય સુધી 0-0ની બરાબરી પર સ્કોર હતો. પ્ર

આર્જેન્ટીનાએ સતત બીજી વખત કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો છે. કોલંબિયા વિરૂદ્ધ નિર્ધારિત સમય સુધી 0-0ની બરાબરી પર સ્કોર હતો. પ્રથમ એકસ્ટ્રા હાફમાં પણ બન્ને ટીમ ગોલ કરી શકી નહતી પરંતુ 112મી મિનિટમાં આર્જેન્ટીના માટે લૌટારો માર્ટિનેજે ગોલ કર્યો હતો. મેસ્સીની ટીમ 1-0થી જીતીને ચેમ્પિયન બની છે. આર્જેન્ટીનાએ 16મી વખત આ ટૂર્નામેન્ટને પોતાના નામે કરી છે. આ પહેલા 2021માં આર્જેન્ટીનાએ બ્રાઝીલને હરાવીને ખિતાબ જીત્યો હતો.
લિયોનેલ મેસ્સી પુરી મેચ ના રમી શક્યો
કોપા અમેરિકાની ફાઇનલને લિયોનેલ મેસ્સી પુરી રમી શક્યો નહતો. મેચના બીજા હાફમાં મેસ્સીના પગમાં ઇજા થઇ હતી. એન્કલ ઇજાગ્રસ્ત થવાને કારણે મેસ્સીએ 66મી મિનિટમાં મેદાનની બહાર જવું પડ્યું હતું. જોકે, ટીમને મેસ્સીની કમી જોવા મળી હતી. જોવાની લો સેલ્સોના આસિસ્ટ પર માર્ટિનેજે ગોલ કર્યો હતો.






