VIDEO: ટી-20 વર્લ્ડકપની જ્યાં મેચો રમાઇ તે અમેરિકાના સ્ટેડિયમને તોડી પડાશે, જાણો કારણ
એક બાજુ ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચે રમાયેલી મેચ બાદ ન્યૂયોર્કના

એક બાજુ ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચે રમાયેલી મેચ બાદ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે સ્ટેડિયમની આસપાસ અનેક બુલડોઝર તૈનાત કરવામાં આવ્યા છે. આ સ્ટેડિયમ ખાસ કરીને T20 વર્લ્ડ કપ માટે બનાવવામાં આવ્યું હતું, જેથી અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન મળી શકે.
નાસાઉ સ્ટેડિયમ એ મોડ્યુલર સ્ટેડિયમ છે જે ટી-20 વર્લ્ડકપ મેચો માટે ટેમ્પરરી બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપની 8 ગ્રુપ સ્ટેજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાન મેચ પણ સામેલ હતી. નાસાઉ સ્ટેડિયમ અસ્થાયી હોવાથી તેને હટાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમને હટાવવા માટે બુલડોઝર અને ક્રેન્સ પહોંચી ચૂક્યા છે. આ સ્ટેડિયમને બનાવવામાં માત્ર 106 દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ સ્ટેડિયમમાં રમાયેલી સૌથી હાઈએસ્ટ સ્કોર માત્ર 137 રન હતો
નાસાઉ સ્ટેડિયમની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તે દુનિયાનું સૌથી મોટું મોડ્યૂલર સ્ટેડિયમ હતું. તેમાં લગભગ 30 હજાર લોકોની બેસવાની સુવિધા હતી. આ સાથે જ આ સ્ટેડિયમ માટે ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ ડ્રોપ-ઈન પિચ મંગાવવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે, નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની પિચ પર બેટ્સમેનો માટે રન બનાવવું મશ્કેલ થઈ ગયુ હતું. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી કુલ 8 મેચોમાં સૌથી વધુ સ્કોર માત્ર 137 રન હતો. જ્યારે આ સ્ટેડિયમમાં સૌથી મોટો સ્કોર 110 રન ટીમ ઈન્ડિયાએ ચેઝ કર્યો હતો.
https://twiiter.com/ANI/status/1801079152818147372








