Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : All 6 teams announced for Duleep Trophy 2026, Ishan Kishan and Tilak Verma captain these stars

દુલીપ ટ્રોફી 2026 માટે જાહેર કરાઈ તમામ 6 ટીમો, ઈશાન કિશન અને તિલક વર્મા સહિત આ સ્ટાર્સ બન્યા કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
દુલીપ ટ્રોફી 2026 માટે જાહેર કરાઈ તમામ 6 ટીમો, ઈશાન કિશન અને તિલક વર્મા સહિત આ સ્ટાર્સ બન્યા કેપ્ટન
સોર્સ : gstv

ભારતની સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ટુર્નામેન્ટમાંની એક દુલીપ ટ્રોફીની આગામી સિઝન માટે તમામ છ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. 23 ઓગસ્ટથી શરૂ થનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ ધમાલ મચાવતા જોવા મળશે. આ વર્ષે, ઘણા અગ્રણી સ્થાનિક અને IPL સ્ટાર્સને ટીમ કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. દરમિયાન, 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ઈશાન કિશનના નેતૃત્વમાં ઈસ્ટ ઝોનના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. બે ક્વાર્ટર ફાઈનલ 23 ઓગસ્ટે રમાશે. સેમીફાઈનલ 30 ઓગસ્ટે યોજાશે, વિજેતા ટીમો 6 સપ્ટેમ્બરે ટાઈટલ માટે ટકરાશે.

App Store

બધી ટીમોના કેપ્ટન અને વાઈસ-કેપ્ટન

સેન્ટ્રલ ઝોન: રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન: રિંકુ સિંહ)
સાઉથ ઝોન: તિલક વર્મા (વાઈસ-કેપ્ટન: રિકી ભુઇ)
ઈસ્ટ ઝોન: ઈશાન કિશન (વાઈસ-કેપ્ટન: વૈભવ સૂર્યવંશી)
વેસ્ટ ઝોન: ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન: શમ્સ મુલાની)
નોર્થ ઝોન: કન્હૈયા વાધવન (વાઈસ-કેપ્ટન: આયુષ બદોની)
નોર્થ-ઈસ્ટ ઝોન: કેપ્ટનની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

દુલીપ ટ્રોફી 2026-27: બધી 6 ટીમો માટે સંપૂર્ણ ટીમો

સાઉથ ઝોન - તિલક વર્મા (સુકાની), રિકી ભુઇ (વાઈસ-કેપ્ટન), અભિનવ તેજરાના, એસકે રશીદ, કે હિમતેજા, આર સ્મરણ, એન જગદીસન, કરુણ નાયર, ટી ત્યાગરાજન, શ્રેયસ ગોપાલ, કે સાઈ તેજા, ટી વિજય, વી કાવેરિયાપ્પા અને અમન ખાન.

વેસ્ટ ઝોન - રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શમ્સ મુલાની (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, સરફરાઝ ખાન, મુશીર ખાન, તુષાર દેશપાંડે, તનુષ કોટિયન, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), જયમીત પટેલ, ઉર્વીલ પટેલ, સિદ્ધાર્થ દેસાઈ, અતિત શેઠ, પૃથ્વી શો, શિવાલિક શર્મા અને મુકેશ ચૌધરી.

સેન્ટ્રલ ઝોન – રજત પાટીદાર (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), આર્યન જુયાલ (વિકેટકીપર), સારાંશ જૈન, અમન મોખાડે, કુણાલ ચંદેલા, જીશાન અંસારી, આર્યન પાંડે, અરશદ ખાન, આયુષ પાંડે, યશ રાઠોડ, હર્ષ દુબે, કુણાલ સિંહ રાઠોડ (વિકેટકીપર), યશ ઠાકુર અને નચિકેત ભુતે.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: અમનદીપ ખરે, મયંક મિશ્રા, સૌરભ રાવત, ભાર્ગવ મેરાઈ, કુણાલ યાદવ અને કુમાર કાર્તિકેય.

ઈસ્ટ ઝોન - ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહેમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિખર મોહન, અનુકુલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, ડેનિશ દાસ અને અભિજીત સરકાર.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: આયુષ લોહારુકા, શ્રીદામ પોલ, સંબિત એસ. બરાલ, શરણદીપ સિંહ અને સ્વસ્તિક સામલ.

નોર્થ ઝોન - કન્હૈયા વાધવાન (કેપ્ટન), આયુષ બદોની (વાઈસ-કેપ્ટન), સનત સાંગવાન, કામરાન ઈકબાલ, યશ ધુલ, આયુષ ડોસેજા, અબ્દુલ સમદ, નિશાંત સિંધુ, અર્જુન શર્મા, આબિદ મુશ્તાક, અર્શદીપ સિંહ, સુનીલ કુમાર, અંશુલ કંબોજ, યુધવીર સિંહ અને નિખિલ કશ્યપ.

નોર્થ-ઈસ્ટ ઝોન - ટેચી નેરી, રોબિન લિમ્બુ, બિશ્વરજીત સિંહ કોંથૌજામ, ઈમલિવાતી લેમતુર, કિશન લિંડોહ, જોસેફ લાલ થાનખુમા, અર્પિત સુભાષ, પ્રિયોજીત કે., રોનાલ્ડ મેઈતેઈ, આકાશ કુમાર ચૌધરી, વિનો જી. ઝિમોમી, લાલરેમ્પુઈયા, જોનાથન રોંગસેન, જોતિન સિંહ ફિરોઈજામ અને આશિષ થાપા.

નોંધ: નોર્થ-ઈસ્ટ ઝોનના કેપ્ટનની હજુ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.