મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 / MIમાં ફરી કંઈક મોટું થવા જઈ રહ્યું છે? RCB સામેના મેચ પહેલા વાયરલ થયો આકાશ અંબાણી-રોહિત શર્માનો VIDEO

IPL 2024ની હરાજી પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કેપ્ટનશીપના નિર્ણયને લઈને સતત સમાચારોમાં રહીછ

IPL 2024 / MIમાં ફરી કંઈક મોટું થવા જઈ રહ્યું છે? RCB સામેના મેચ પહેલા વાયરલ થયો આકાશ અંબાણી-રોહિત શર્માનો VIDEO

IPL 2024ની હરાજી પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કેપ્ટનશીપના નિર્ણયને લઈને સતત સમાચારોમાં રહીછે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ પહેલા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ટીમના માલિક આકાશ અંબાણી મુંબઈના રસ્તાઓ પર એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

આકાશ કાર ચલાવી રહ્યો હતો, રોહિત તેની બાજુમાં બેઠો હતો

રોહિત શર્મા કારમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીની બાજુમાં બેઠો જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ MI કેપ્ટન રોહિત આગળની પેસેન્જર સીટ પર હતો, જ્યારે આકાશ ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. આજની બ્લોકબસ્ટર મેચ પહેલા કાર વાનખેડે સ્ટેડિયમમાં રોકાઈ હતી. જોકે, કાર ચલાવનાર વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. શારીરિક દેખાવ આકાશ અંબાણી જેવો લાગે છે.

https://twitter.com/tanish0508/status/1778103505485439128

વીડિયો વાયરલ થયા બાદ શરૂ થઈ અટકળો

એક્સ પર આ નાનકડી ક્લિક વાયરલ થયા પછી, એવી અટકળો છે કે MI કેમ્પમાં કંઈક મોટું થઈ શકે છે. આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે MI થોડી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. IPL 2024ની શરૂઆતમાં મુંબઈ સતત 3 મેચ હારી ગયું હતું, જોકે તેણે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિવાદમાં આવી રહી છે કારણ કે ચાહકો સતત રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો