APL : અમદાવાદમાં 21 ડિસેમ્બરથી શરૂ થશે આહીર પ્રીમિયર લીગ, 24 ટીમો ભાગ લેશે
અમદાવાદમાં 21 ડિસેમ્બરથી કનેક્ટિંગ આહીરના કોન્સેપ્ટ સાથે આહીર પ્રીમિયર લીગ-APLની પાંચમી સિઝ

અમદાવાદમાં 21 ડિસેમ્બરથી કનેક્ટિંગ આહીરના કોન્સેપ્ટ સાથે આહીર પ્રીમિયર લીગ-APLની પાંચમી સિઝન યોજાઈ રહી છે. વર્ષ 2017માં 8 ટીમથી શરૂ થયેલી સફરમાં પાંચમી સિઝનમાં ગ્રુપ A, B, C અને Dમાં કુલ 24 ટીમ રમશે. કમ્પેટીટીવ ક્રિકેટ સાથે દરેક ફિલ્ડના પ્રોફેશનલ્સ એક મંચ પર આવી યુવાનોને મદદરૂપ થઈ શકે તે હેતુથી દરવર્ષે ટૂર્નામેન્ટનું આયોજન થાય છે.
ક્રિકેટના માધ્યમથી એકબીજા સાથે પરિચય અને દરેક ફિલ્ડ માટે યુવાનો માટે માર્ગદર્શન મળશે, જેના લીધે આ ટૂર્નામેન્ટ થકી મોટું મંચ મળે છે. એપીએલની પાંચમી સિઝન ડે-નાઈટ રમાશે.
આ પ્રીમિયર લીગ દ્વારા સમાજમાં અનેક વિદ્યાર્થીઓને સંતોષપૂર્વક માર્ગદર્શન તેમજ નોકરી ઈચ્છુકને નોકરી અને ધંધામાં સહયોગ મળી રહે તે મુખ્ય હેતુ છે અને તે પરિપૂર્ણ થઈ રહ્યો છે. ગત ચાર સીઝન દ્વારા કનેક્ટિવિટી થઈ તેનાથી સમાજના અનેક લોકોને અલગ અલગ પ્રકારે સહયોગ મળી રહ્યો અને તે તેમના કાર્ય ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શક્યા છે.






