ધમકી બાદ હવે પાકિસ્તાને કરી નવી ડિમાન્ડ, BCCIને આપ્યો ઓર્ડર, જિદ પર અડગ PCB
એશિયા કપ 2023ની જેમ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફરી એક વાર હ

એશિયા કપ 2023ની જેમ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફરી એક વાર હરકતમાં આવ્યું છે. ભારતને ધમકીના સમાચાર હજુ અટક્યા ન હતા કે પાકિસ્તાને BCCI પાસે નવી ડિમાન્ડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને ધમકી આપી હતી કે, જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપ 2027 માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પરંતુ હવે પાકિસ્તાન 19 જુલાઇની બેઠક પહેલા નવો મુદ્દો ઉભો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
19મી જુલાઈએ છે આ બેઠક
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શેડ્યૂલ તૈયાર કરી લીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સંપૂર્ણપણે શેડ્યૂલ કરી લેવામાં આવી છે. પરંતુ હવે BCCI પાકિસ્તાનની આ યોજનાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષાના કારણોસર બીસીસીઆઈ કોઈપણ સંજોગોમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. આવું જ કંઈક એશિયા કપ 2023માં જોવા મળ્યું હતું. જોકે, આખરે પાકિસ્તાનની ટીમ હાઈબ્રિડ મોડલ માટે સંમત થઈ હતી. સૂત્રોનું માનીએ તો આ વખતે પણ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ ઓફર કરી છે. પરંતુ પાકિસ્તાને બીસીસીઆઈ પાસે પાકિસ્તાન ન આવવા માટે લેખિત પત્રની માગણી કરી છે. આ મુદ્દે ICCની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ 19 જુલાઈએ યોજાશે.
શું છે પાકિસ્તાનની ડિમાન્ડ?
પીસીબીના એક સૂત્રએ કહ્યું, 'જો ભારત સરકાર પાકિસ્તાન જવાની પરવાનગી નહીં આપે તો BCCIએ લેખિતમાં આપવું પડશે. બીસીસીઆઈ તરફથી તરત જ આઈસીસીને આ પત્ર આપો. અમે સતત કહી રહ્યા છીએ કે, BCCIએ ICCને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા અંગે 5-6 મહિના પહેલા જાણ કરવી જોઈએ.
19મી જુલાઈએ લેવાશે નિર્ણય
BCCIએ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ વખતે પણ બીસીસીઆઈ કડક વલણ અપનાવે તેવું લાગી રહ્યું છે. 2023માં ભારતે એશિયા કપની તમામ મેચો શ્રીલંકા અને UAEમાં રમી હતી. હવે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે મક્કમ છે. હવે જોવાનું એ રહે છે કે, ICC આ વખતે શું નિર્ણય લે છે.






