Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After the humiliating defeat against Ireland this country's board taunted Gautam Gambhir

આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ આ દેશના બોર્ડે ગૌતમ ગંભીર પર કર્યો કટાક્ષ, કહ્યું- 'અમે સ્પષ્ટ કરી શકીએ...'

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ આ દેશના બોર્ડે ગૌતમ ગંભીર પર કર્યો કટાક્ષ, કહ્યું- 'અમે સ્પષ્ટ કરી શકીએ...'
સોર્સ : gstv

આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારતીય ટીમની આકરી નિંદા થઈ રહી છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ બેલફાસ્ટમાં રમાયેલી બીજી T20 મેચમાં પણ માત્ર 1 રનથી હારી ગઈ હતી. આ પરાજય સાથે જ ભારતે આયર્લેન્ડ સામેની T20 સિરીઝ 0-2થી ગુમાવી દીધી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સિરીઝ હાર્યું છે. આ શરમજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર કટાક્ષ માટે જાણીતા 'આઇસલેન્ડ ક્રિકેટે' ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પર તીખો હુમલો કરી તેને ખરાબ રીતે ટ્રોલ કર્યો છે. જેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

App Store

આઇસલેન્ડ ક્રિકેટનો વિવાદાસ્પદ અને ધારદાર કટાક્ષ

આઇસલેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "અમે સ્પષ્ટ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જોકે, તેમનામાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. આટલા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ હોવા છતાં આયર્લેન્ડમાં આવા રિઝલ્ટ લાવવા માટે ખરેખર અદ્ભુત ટેલેન્ટની જરૂર પડે છે." આઇસલેન્ડ ક્રિકેટનો આ કટાક્ષ વર્લ્ડ ચેમ્પિયન અને ICC T20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ભારતીય ટીમ માટે અત્યંત અપમાનજનક સાબિત થઈ રહ્યો છે.

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના શરમજનક રેકોર્ડ્સ

જ્યારથી ગૌતમ ગંભીરે ભારતીય ટીમના હેડ કોચ તરીકેની કમાન સંભાળી છે, ત્યારથી ભારતીય ટીમના નામે ODI, ટેસ્ટ અને હવે T20માં અનેક એવા અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ્સ નોંધાયા છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખુબ જ આઘાતજનક છે. 

ઈતિહાસમાં પ્રથમ વાર: ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આયર્લેન્ડ સામે T20 સિરીઝ 0-2 થી હાર્યું.
ઘર આંગણે નાલેશી: ન્યુઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત હોમ ટેસ્ટ સિરીઝમાં 3-0થી વ્હાઈટવોશ થયો અને ઘરઆંગણે સતત બે વર્ષ ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટવોશની શરમજનક સિદ્ધિ મળી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી: 10 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ સિરીઝ ગુમાવી, સાથે જ પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાયું.
ODIમાં ખરાબ ફોર્મ: 27 વર્ષ બાદ શ્રીલંકા સામે દ્વિપક્ષીય ODI સિરીઝ હારવી પડી અને 45 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત કોઈ એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં એક પણ મેચ નથી જીતી શક્યું.
સાઉથ આફ્રિકા સામે હાર: 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો અને સાઉથ આફ્રિકાએ ભારત સામે 359 રનનો રેકોર્ડબ્રેક રનચેઝ કર્યો.
ઐતિહાસિક પરાજય: ભારતે ટેસ્ટ ઈતિહાસમાં રનની દૃષ્ટિએ પોતાની સૌથી મોટી હાર (408 રન) નો સામનો કરવો પડ્યો.

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ આયરલેન્ડ જેવી નાની એસોસિએટ ટીમ સામે આવા કંગાળ પ્રદર્શન સાથે સિરીઝ હારે, તે ફેન્સ અને પૂર્વ ક્રિકેટરો માટે પચાવવું મુશ્કેલ બની રહ્યું છે. ગૌતમ ગંભીરના રણનીતિઓ અને કોચિંગ સ્ટાઈલ પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.