નતાશાથી છૂટાછેડા લીધા બાદ હવે આ વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા? ગ્રીસથી પુલ ફોટોઝ થયા વાયરલ
ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા વચ્ચે ડેટિં

ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા વચ્ચે ડેટિંગના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાર્દિક પંડ્યાએ ગયા મહિને જ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. એવા અહેવાલો છે કે, હાર્દિક પંડ્યા અને જાસ્મિન ગ્રીસમાં સાથે રજાઓ માણી રહ્યા છે. ફેન્સે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવ્યો છે કે, હાર્દિક અને જાસ્મીને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જ પૂલ લોકેશનના ફોટા અને વીડિયો શેર કર્યા છે. બેકગ્રાઉન્ડમાં એક સુંદર દૃશ્ય દેખાય છે.
બેકગ્રાઉન્ડમાંથી શેર કરેલી પોસ્ટ
જાસ્મિને બિકીનીમાં ખૂબ જ ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યો છે. જાસ્મિન વિશે એવી માહિતી મળી છે કે, તે ગ્રીસમાં ખુશહાલ રજાઓ માણી રહી છે. થોડા સમય પછી, હાર્દિક પંડ્યાએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે આ જ પૂલમાં ફરતો જોવા મળી રહ્યો છે. હાર્દિક અને જાસ્મિનના ફોટા અને વીડિયોનું બેકગ્રાઉન્ડ એક સરખું જ દેખાય છે, જેના પછી ફેન્સમાં બંનેના ડેટિંગ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એકબીજાની પોસ્ટ કરી લાઈક
બ્રિટિશ સિંગરે ક્રિકેટરનો વીડિયો લાઇક કર્યા બાદ હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના ડેટિંગના સમાચારે જોર પકડ્યું હતું. તેમજ વાલિયાની બિકીની પોસ્ટ સિવાય, હાર્દિક પંડ્યાએ પણ તેના જૂના ફોટા લાઇક કર્યા હતા. આમાં ગ્રીસના ફોટોઝ પણ સામેલ છે. બંને સેલિબ્રિટીઝ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે, જે તેમની ડેટિંગની અફવાઓને વધુ મજબૂત બનાવી રહી છે.
યુઝર્સે વાલિયાને પૂછ્યો સીધો જ પ્રશ્ન
સોશિયલ મીડિયા યુઝર્સે જાસ્મીન વાલિયાના આ ફોટા પર સીધો સવાલ કર્યો છે. એક યુઝરે પૂછ્યું- હાર્દિક પંડ્યા અને તમે સાથે છો, નવા લવ બર્ડ્સ ગ્રીસમાં હેપ્પી ટાઇમ વિતાવી રહ્યા છે. તેમજ એક યુઝરે કોમેન્ટ કરી કે, 'હાર્દિક પંડ્યા ક્યાં છે?' અન્ય એક યુઝરે સીધો સવાલ કર્યો, 'શું તમે હાર્દિક પંડ્યાને ડેટ કરી રહ્યા છો?'
નતાશા-હાર્દિકના છૂટાછેડાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક ગયા મહિને હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પરત ફરી હતી. IPL દરમિયાન હાર્દિક અને નતાશા વચ્ચે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું કારણ કે, નતાશાએ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી તેની પંડ્યા સરનેમ હટાવી દીધી હતી. ત્યારબાદ આ કપલે અલગ થવાની પુષ્ટિ કરતું સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.








