હોકી ટીમે ચીન બાદ જાપાનને 5-1થી રગદોળ્યું, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો જલવો
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે હોકીમાં જીત નોંધાવી હતી. સુખજિત સિંહના બે શાનદાર ગોલની મદદથી ડિફેન

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે હોકીમાં જીત નોંધાવી હતી. સુખજિત સિંહના બે શાનદાર ગોલની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સોમવારે પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં જાપાન સામે 5-1થી જીત નોંધાવી હતી. ભારતે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું,
ભારત તરફથી સુખજીતે મેચની બીજી મિનિટે પહેલો ગોલ કર્યો અને 60મી મિનિટે બીજો ગોલ કરીને જીત પર મહોર લગાવી હતી. અભિષેકે ત્રીજી મિનિટે સંજયે 17મી મિનિટે અને ઉત્તમ સિંહે 54મી મિનિટે ગોલ કરીને મેચમાં એકતરફી ભારતનું વર્ચસ્વ દેખાડ્યું હતું. જ્યારે જાપાન તરફથી 41મી મિનિટે માત્સુમોટો કાઝુમાસાએ ગોલ કર્યો હતો.
જણાવી દઈએ કે ચાર વખતની ચેમ્પિયન ભારતે અગાઉ તેની પ્રથમ મેચમાં ચીનને 3-0થી હરાવ્યું હતું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ બુધવારે ગત સિઝનની ઉપવિજેતા મલેશિયા સામે ટકરાશે.
જણાવી દઈએ કે, છ ટીમો વચ્ચેની રાઉન્ડ-રોબિન લીગ બાદ ટોચની ચાર ટીમો 16 સપ્ટેમ્બરે રમાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. 17 સપ્ટેમ્બરે ફાયનલ મેચ યોજાશે.






