મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બૂમરાહની ધારદાર બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ ઘૂંટણીયે, ટીમ ઈન્ડિયાની દમદાર જીત

T20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયાએ સુપર 8 રાઉન્ડની પ્રથમ મેચમાં પણ

બૂમરાહની ધારદાર બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ ઘૂંટણીયે, ટીમ ઈન્ડિયાની દમદાર જીત

T20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયાએ સુપર 8 રાઉન્ડની પ્રથમ મેચમાં પણ શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી તેની પ્રથમ સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનને એકતરફી રીતે 47 રનથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહે અફઘાનિસ્તાન ટીમની હારની સ્ક્રિપ્ટ લખી હતી. બાર્બાડોસની મુશ્કેલ પીચ પર સૂર્યાએ માત્ર 28 બોલમાં 53 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સૌથી વધુ 3 વિકેટ લીધી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે સુપર 8ના ગ્રુપ 1માં ટોપ પર પહોંચી ગઈ છે.

ટીમ ઈન્ડિયાની મોટી જીત


ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ઓવરમાં જ આઉટ થયો હતો. તે માત્ર 8 રન બનાવી શક્યો હતો. આ પછી રિષભ પંતે ઝડપી બેટિંગ કરી અને પોતાની સ્ટાઈલમાં 4 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ તે 20 રનના અંગત સ્કોર પર રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.

અફઘાનિસ્તાને લક્ષ્યનો પીછો કરવા માટે ઝડપી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બુમરાહ સામે તેના ઓપનરોને કોઈ સફળતા મળી ન હતી. બુમરાહે પોતાની પહેલી જ ઓવરમાં ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝને ખતમ કરી દીધો હતો. આ પછી અક્ષર પટેલે ઈબ્રાહિમ ઝદરાનને આઉટ કરીને અફઘાન ટીમને બીજો ઝટકો આપ્યો હતો. બુમરાહે 2 રન પર હઝરતુલ્લાહ ઝાઝાઈને આઉટ કરીને અફઘાન ટીમની કમર તોડી નાખી હતી.

કુલદીપ યાદવે મધ્ય ઓવરોમાં 2 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની જીત પર મહોર મારી હતી. અંતે, બુમરાહ અને પછી અર્શદીપ સિંહે વિકેટો ઝડપી હતી. બુમરાહે મેચમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપે 4 ઓવરમાં 36 રન આપ્યા પરંતુ તે 3 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો.

આ સમાચાર શેર કરો