મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T-20 World Cup: પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમે અભિષેક શર્મા? સૂર્યકુમાર યાદવે આપ્યા સંકેત

ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમશે કે ન

T-20 World Cup: પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમે અભિષેક શર્મા? સૂર્યકુમાર યાદવે આપ્યા સંકેત

ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમશે કે નહીં તેને લઈને સંકેત આપ્યા છે. સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કહ્યું કે, "ટીમ પહેલા બેટિંગ કરવા માગે છે અને તે નિર્ણયથી ખુશ છે. જ્યાં સુધી આપણે ટોસ હાર્યા પછી મેચ જીતી શકીએ છીએ, ત્યાં સુધી અમને કોઈ સમસ્યા નથી." સૂર્યકુમારે સ્વીકાર્યું કે, આ ટુર્નામેન્ટ મોટી છે અને ઝાકળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરંતુ પહેલા બેટિંગ કરીને અને સ્કોરનો બચાવ કરવાથી ટીમને આત્મવિશ્વાસ મળશે. 

સૂર્યકુમાર યાદવે કહ્યું શું?

ટીમ કોમ્બિનેશન વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "અભિષેક શર્મા હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી અને એક કે બે મેચ મિસ કરશે. તેની જગ્યાએ સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહને લેવાયો છે." સૂર્યાના નિવેદનથી સંકેત મળે છે કે, અભિષેક શર્મા 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચમાં પણ રમી નહીં શકે. 

આ સમાચાર શેર કરો