Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma become first Indian player to do this

'સિક્સર કિંગ' બન્યો અભિષેક શર્મા, અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી નહતો કરી શક્યો આ કારનામું

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
'સિક્સર કિંગ' બન્યો અભિષેક શર્મા, અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી નહતો કરી શક્યો આ કારનામું
સોર્સ : GSTV

અભિષેક શર્માએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં વધુ એક શાનદાર ઈનિંગ રમી. પંજાબના કેપ્ટન અભિષેકે શનિવારે સર્વિસીસ સામે 34 બોલમાં 182થી વધુના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 3 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, તેણે 2025માં તેની T20 ક્રિકેટમાં 100 છગ્ગા પૂર્ણ કર્યા, તે આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો.

App Store

પંજાબના કેપ્ટન અભિષેક શર્માએ સિમરન સિંહ સાથે પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશિપ કરી, 57 બોલમાં 106 રન બનાવ્યા હતા. સિમરન સિંહે પણ વિસ્ફોટક ઈનિંગ રમીને 28 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. સિમરનને મોહિત રાઠીએ આઉટ કર્યો અને અભિષેકને રવિ ચૌહાણે આઉટ કર્યો. ત્યારબાદ નમન ધીરે ઝડપી અડધી સદી ફટકારી અને 22 બોલમાં 245ના સ્ટ્રાઈક રેટથી 54 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં નમન 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

અભિષેક શર્મા 'સિક્સર કિંગ' બન્યો

અભિષેક શર્મા એક કેલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે 2025માં રમેલી 36 T20 ઈનિંગમાં 101 છગ્ગા ફટકાર્યા છે. નિકોલસ પૂરન એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેને ગયા વર્ષે T20માં કુલ 170 છગ્ગા ફટકાર્યા હતા.

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને પણ 2025માં T20માં 100 છગ્ગા ફટકાર્યા હતા, તે તેના દેશ માટે આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. અભિષેક એક જ વર્ષમાં 100 ટી20 છગ્ગા ફટકારનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં અભિષેક શર્મા બીજા ક્રમે છે. તેણે છ ઈનિંગ્સમાં 304 રન બનાવ્યા છે, જેમાં રેકોર્ડબ્રેક 148 રનનો સમાવેશ થાય છે. આયુષ મ્હાત્રે 325 રન સાથે પ્રથમ ક્રમે છે. અભિષેકે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 26 છગ્ગા ફટકાર્યા છે.

એક વર્ષમાંT20માં 100 છગ્ગા મારનારા બેટ્સમેન

આ રેકોર્ડ સૌપ્રથમ 2011માં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલે બનાવ્યો હતો. તેણે ફક્ત એક કે બે વાર નહીં પરંતુ છ વખત એક વર્ષમાં T20માં 100 છગ્ગા ફટકાર્યા છે. જેમાં શ્રેષ્ઠ વર્ષ 2015 હતું, જ્યારે તેણે કુલ 135 છગ્ગા ફટકાર્યા હતા.

નિકોલસ પૂરન એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન છે, તે બે વાર એક વર્ષમાં T20માં 100 છગ્ગા ફટકારી ચૂક્યો છે. 2024માં તેણે કુલ 170 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે આ વર્ષે તેણે 103 છગ્ગા ફટકાર્યા છે.

ઓસ્ટ્રિયન બેટ્સમેન કરણબીર સિંહે આ વર્ષે T20માં 122 છગ્ગા ફટકાર્યા છે. હેનરિક ક્લાસેને ગયા વર્ષે 105 છગ્ગા ફટકાર્યા હતા. સાહિબજાદા ફરહાને આ વર્ષે T20માં 100 છગ્ગા ફટકાર્યા છે.