Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Palash Muchhal, who broke up with Smriti Mandhana, lashed out at this person! He posted on social media

સ્મૃતિ મંધાના સાથે સંબંધ તૂટતા પલાશ મુચ્છલ આ કોના પર ભડક્યો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સ્મૃતિ મંધાના સાથે સંબંધ તૂટતા પલાશ મુચ્છલ આ કોના પર ભડક્યો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સોર્સ : GSTV

જે લગ્નના ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે લગ્ન હવે તૂટી ગયા છે. જી હા! સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન હવે નહીં થાય. મ્યુઝિક કમ્પોઝર પલાશે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે જાણકારી આપી છે.

App Store

પલાશે સોશિયલ મીડિયા પર આપી માહિતી

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પલાશ મુચ્છલે પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું કે, 'મેં મારી જિંદગીમાં આગળ વધવા અને ખાનગી સંબંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે એ જોવું ખૂબ અઘરૂ છે કે, જે વસ્તુ મારા માટે સૌથી પવિત્ર બાબત છે. તેના વિશે લોકો પાયાવિહોણી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મારા જીવનનો સૌથી કઠિન સમય છે અને હું મારા વિશ્વાસ પર અડગ રહીને તેનો સામનો કરીશ. હું ખરેખર આશા રાખું છું કે, આપણે એક સમાજના રૂપે કોઈ વિશે પુષ્ટિ કર્યા વિના અફવાઓના આધારે મંતવ્ય બાંધતા પહેલાં થોડું રૂકતા શીખીશું.'

કડક કાર્યવાહીની ચેતવણી

પલાશે વધુમાં કહ્યું કે, 'મારી ટીમ ખોટી અને અપમાનજનક સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનારા તમામ લોકોને આભાર.'

23 નવેમ્બરે થવાના હતા લગ્ન

નોંધનીય છે કે, પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાના 23 નવેમ્બર, 2025ના દિવસે લગ્ન કરવાના હતા. પરંતુ લગ્નના દિવસે જ મંધાનાના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ઉતાવળમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એટલું જ નહીં આ દરમિયાન લગ્નની તારીખ પણ થોડા સમય માટે ટાળી દેવાઈ હતી. હવે આશરે 15 દિવસ એટલે કે, 7 ડિસેમ્બરે પલાશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શરે કરીને લગ્ન કેન્સલ થવાની વાત કહી છે.