સ્મૃતિ મંધાનાએ પલાશ મુછલ સાથેના લગ્ન સત્તાવાર રીતે રદ્દ કર્યા, ઈમોશનલ પોસ્ટ કરી જાણકારી આપી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ સંગીતકાર પલાશ મુછલ સાથે થનારા લગ્ન રદ્દ કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. સમગ્ર મામલે છેલ્લા ઘણા દિવસોથી ચાલતી અટકળો વચ્ચે આજે સ્મૃતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પુષ્ટિ કરી દીધી છે.
અમને આમાંથી બહાર આવવાનો સમય આપો: સ્મૃતિ
સ્મૃતિની આ પોસ્ટ મુજબ બંને પરિવારે લગ્ન રદ્દ કર્યા છે. સ્મૃતિએ કહ્યું છે કે તે આ મામલો અહીં જ સમાપ્ત કરવા માંગે છે. કહ્યું, કે 'છેલ્લા કેટલાક સમયથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે જેથી મને લાગે છે હવે મારે બોલવું પડશે. મારે સ્પષ્ટતા કરવી છે કે લગ્ન રદ્દ કરવામાં આવ્યા છે. હું આ ચેપ્ટર અહીં જ બંધ કરવા માંગુ છું અને તમને પણ આવું કરવા જ વિનંતી છે. કૃપા કરીને બંને પરિવારની પ્રાઈવસીનું સન્માન કરો અને અમને આમાંથી બહાર આવવાનો સમય આપો.'
ધામધૂમથી થવાના હતા સ્મૃતિના લગ્ન
મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીત્યા બાદ સ્મૃતિ અને પલાશના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. હાઈપ્રોફાઈલ લગ્નમાં સંગીત તથા હલ્દી સેરેમનીના ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. પલાશે ક્રિકેટ મેદાનની પિચ પર સ્મૃતિને પ્રપોઝ કર્યું હતું. જોકે, લગ્નના દિવસે જ સ્મૃતિના પિતાની તબિયત લથડતા લગ્ન મોકૂફ કરવામાં આવ્યા હતા.
પલાશ સ્મૃતિને દગો આપી રહ્યો હોવાનો દગો
સોશિયલ મીડિયામાં પલાશને લઈને વિવિધ આરોપો લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોનો દાવો છે કે, પલાશ સ્મૃતિને દગો આપી રહ્યો હતો. જેના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા. જોકે, આ મામલે બંને પરિવાર તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

