મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડકપ માટે આવી હોઇ શકે છે 15 સભ્યોની ભારતીય ટીમ, BCCI એક-બે દિવસમાં કરી શકે છે જાહેરાત

જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની

T20 વર્લ્ડકપ માટે આવી હોઇ શકે છે 15 સભ્યોની ભારતીય ટીમ, BCCI એક-બે દિવસમાં કરી શકે છે જાહેરાત

જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં  યોજાનારા T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની એક-બે દિવસમાં જાહેરાત થઇ શકે છે. તમામ દેશો માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 1 મેએ છે. ટી-20 વર્લ્ડકપ 2024 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં ક્યા ખેલાડીનો સમાવેશ થઇ શકે છે તેના વિશે આપણે જાણીયે.

ઓપનર/ 3 બેટ્સમેન

આ ત્રણ જગ્યા એકદમ પાક્કી છે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી. રોહિત શર્મા કેપ્ટન છે. વિરાટ કોહલી સારા ફોર્મમાં છે જ્યારે યશસ્વી જયસ્વાલે IPLમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ સાબિત કર્યું છે.

મિડલ ઓર્ડર

મિડલ ઓર્ડરમાં જે ખેલાડીની જગ્યા પાક્કી છે તે નંબર ચાર પર સૂર્યકુમાર યાદવ છે. નંબ પાંચ પર શિવમ દુબે હશે કે પછી રિન્કુ સિંહ, આ જોવાની વાત હશે. શિવમ દુબેનું પલડુ વધારે ભારે લાગે છે. શિવમ દુબેએ IPLમાં મિડલ ઓર્ડરમાં ચેન્નાઇ સુપર કિગ્સ તરફથી રમતા સારી ઇનિગ્સ રમી છે.

ઓલ રાઉન્ડર

રવિન્દ્ર જાડેજા તો નંબર સાત પર પાક્કો છે. હાર્દિક પંડ્યા કેટલી બોલિંગ કરશે આ જોવાની વાત હશે. હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બન્નેમાં સંઘર્ષ કરતો જોવા મળે છે. સિલેક્ટર તેમ છતાં હાર્દિક પંડ્યાના ઇતિહાસ અને ક્ષમતાને જોતા વર્લ્ડકપમાં તેને તક આપી શકે છે. ઓલ રાઉન્ડરની રેસમાંથી અક્ષર પટેલનું પત્તુ કપાઇ શકે છે.

વિકેટ કીપરની સ્થિતિ સ્પષ્ટ થઇ

કેટલાક દિવસ પહેલા વિકેટ કીપરની સ્થિતિ સ્પષ્ટ નહતી. રિષભ પંત હવે વર્લ્ડકપમાં વિકેટ કીપર તરીકેની પ્રથમ પસંદ બની શકે છે. રિષભ પંત નંબર પાંચ કે છ પર રમી શકે છે. અકસ્માત બાદ IPLમાં રિષભ પંત પરત ફર્યો છે અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા સારી ઇનિંગ્સ પણ રમી છે. બેકઅપ વિકેટ કીપર તરીકે સંજુ સેમસનનો સમાવેશ થઇ શકે છે. સંજુ સેમસને IPLમાં સારી રમત બતાવીને સિલેક્ટરોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

સ્પિનરમાં ક્યા ખેલાડીનો સમાવેશ થઇ શકે

સ્પિનરની વાત કરવામાં આવે તો કુલદીપ યાદવનો વર્લ્ડકપ ટીમમાં સમાવેશ થઇ શકે છે. બીજા સ્પિનરની ભૂમિકા માટે યુઝવેન્દ્ર ચહલ છે. રવિ બિશ્નોઇ પણ ચહરને ટક્કર આપી રહ્યો છે પણ અનુભવને કારણે ચહલ બિશ્નોઇ કરતા આગળ છે.

પેસરમાં ક્યા બોલરનો સમાવેશ થઇ શકે

જસપ્રીત બુમરાહની જગ્યા વર્લ્ડકપ ટીમમાં પાક્કી છે. અર્શદીપ સિંહની જગ્યા પણ લગભગ પાક્કી મનાય છે. સૂત્રો અનુસાર ટી.નટરાજન IPLમાં પ્રદર્શનના આધાર પર પ્રબળ દાવેદાર બની ગયો છે. હૈદરાબાદ માટે તેને સારી બોલિંગ કરી છે. નટરાજન સિરાજની જગ્યા લઇ શકે છે. કૂલ મળીને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ આ રીતે હોઇ શકે છે.

ટી-20 વર્લ્ડકપ 2024 માટે સંભવિત ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, સંજૂ સેમસન, ટી.નટરાજન, રિન્કુ સિંહ

બેકઅપ પ્લેયર્સ: શુભમન ગિલ, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ,અક્ષર પટેલ/ રવિ બિશ્નોઇ, મયંક યાદવ

આ સમાચાર શેર કરો