મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

17 વર્ષના ડી ગુકેશે ચેસ ટુર્નામેન્ટમાં રચ્યો ઈતિહાસ, તોડ્યો 40 વર્ષ જૂનો આ રેકોર્ડ

ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વર

17 વર્ષના ડી ગુકેશે ચેસ ટુર્નામેન્ટમાં રચ્યો ઈતિહાસ, તોડ્યો 40 વર્ષ જૂનો આ રેકોર્ડ

ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે સૌથી યુવા ચેલેન્જર બન્યો હતો. તેણે ગેરી કાસ્પારોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુકેશે 14મા અને છેલ્લા રાઉન્ડમાં અમેરિકાના હિકારુ નાકામુરા સાથે ડ્રો રમ્યો. વર્લ્ડ ચેમ્પિયનનો ચેલેન્જર નક્કી કરનારી આ ટૂર્નામેન્ટમાં તેના 14 માંથી 9 પોઈન્ટ રહ્યા.

ભારતના 17 વર્ષના ડી ગુકેશે ટોરોન્ટોમાં ચાલી રહેલી કેન્ડીડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. ડી.ગુકેશે મહાન ગેરી કાસ્પારોવ દ્વારા 40 વર્ષ પહેલા બનાવેલ રેકોર્ડ તોડવા સાથે તે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે.
 
https://twitter.com/aicfchess/status/1782246520466895131

જણાવી દઈએ કે, તે વિશ્વનાથ આનંદ બાદ કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર બીજો ભારતીય બન્યો છે. કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ એવા ખેલાડીઓ માટે યોજવામાં આવે છે જેઓ વિશ્વ ચેમ્પિયનને પડકાર આપવા માંગે છે.
 
https://twitter.com/ChessbaseIndia/status/1782204819408851223

ચેસ મેચ જીત્યા બાદ ડી ગુકેશે કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું, હું એવી રોમાંચક રમત જોઈ રહ્યો હતો અને પછી હું મારા સાથીદાર સાથે ફરવા ગયો, એવું લાગે છે કે એનાથી મને મદદ મળી. આ જીત સાથે ગુકેશ હાલના વર્લ્ડ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને આ વર્ષના અંતમાં પડકાર આપી શકશે. જોકે આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
 
https://twitter.com/vishy64theking/status/1782203161194746081

ટૂર્નામેન્ટ જીતવાની સાથે ગુકેશને 88,500 યુરો (અંદાજે રૂ. 78.5 લાખ)નું રોકડ ઇનામ પણ મળ્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતનાર મહાન વિશ્વનાથન આનંદ પછી ગુકેશ બીજો ભારતીય બન્યો. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદની જીત 2014માં થઈ હતી. ગુકેશની આ જીત પછી, વિશ્વનાથન આનંદે X પર લખ્યું- 'ડી ગુકેશને સૌથી યુવા ચેલેન્જર બનવા બદલ અભિનંદન. તમે જે હાંસલ કર્યું તેના પર મને ગર્વ છે, મને અંગત રીતે ખૂબ ગર્વ છે, આ ક્ષણનો આનંદ માણો' 

આ સમાચાર શેર કરો