Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 11 players including Rahul Dravid's son make their debut

વૈભવ સૂર્યવંશીની ચર્ચા એકસાથે 11 ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યુ, રાહુલ દ્રવિડના પુત્રનું નામ પણ સામેલ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
વૈભવ સૂર્યવંશીની ચર્ચા એકસાથે 11 ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યુ, રાહુલ દ્રવિડના પુત્રનું નામ પણ સામેલ
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આજનો દિવસ અત્યંત વિશેષ અને ઐતિહાસિક બની ગયો છે. શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ જ્યારે હંબનટોટાના મેદાન પર પ્રથમ અનઓફિશિયલ ODI મેચ રમવા ઉતરી, ત્યારે એક અનોખો અને દુર્લભ નજારો જોવા મળ્યો હતો. આ મુકાબલામાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ તમામ 11 ખેલાડીઓએ એકસાથે ભારત માટે પોતાનું અંડર-19 ODI ડેબ્યુ કર્યું છે. એટલે કે, મેદાન પર ભારતની બિલકુલ નવી અને યુવા સેના ઉતારવામાં આવી છે. આ સંપૂર્ણપણે નવી ટીમમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડનું છે, જેણે બ્લુ જર્સીમાં પોતાની નવી ઈનિંગની શરૂઆત કરી છે.

App Store

પિતાની રાહ પર ચાલ્યો અન્વય દ્રવિડ

કેપ્ટન યશવર્ધન ચૌહાણની આગેવાની હેઠળની આ ટીમમાં અન્વય દ્રવિડને વિકેટકીપર-બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. અન્વયે સ્થાનિક અને જુનિયર લેવલના ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના ઈનામ સ્વરૂપે તેની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત દ્રવિડ પહેલાથી જ ક્રિકેટ સર્કિટમાં પોતાનું નામ બનાવી રહ્યો છે, અને હવે નાના પુત્ર અન્વયે પણ દેશનું પ્રતિનિધિત્વ કરીને દ્રવિડ પરિવારના ક્રિકેટ વારસાને આગળ ધપાવ્યો છે.

તમામ 11 ખેલાડીઓનું એકસાથે અનોખું ડેબ્યુ

ક્રિકેટ જગતમાં આવું બહુ ઓછું જોવા મળે છે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં આખી ટીમ જ એકસાથે ડેબ્યુ કરી રહી હોય. ભારતીય અંડર-19 ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આ ODI સિરીઝ પૂરી થયા બાદ બંને દેશોના યુવા ખેલાડીઓ વચ્ચે બે યુથ ટેસ્ટ મેચ પણ રમાશે. ક્રિકેટ ફેન્સને આશા છે કે રાહુલ દ્રવિડની જેમ જ તેમનો પુત્ર અને દેશના આ અન્ય યુવા સ્ટાર્સ શ્રીલંકાની ધરતી પર દમદાર પ્રદર્શન કરીને ભારતનો પરચમ લહેરાવશે.

મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન 

યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, અન્વય દ્રવિડ (વિકેટકીપર), યશવીર ગૌડ, અર્જુન રાજપૂત, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, કાવ્ય પરેશ પટેલ અને રોહિત યાદવ.