Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former Indian cricketer gives advice to team management

VIDEO: ભારતના પૂર્વ ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ આપી સલાહ, કહ્યું- 'વૈભવને ન રમાડવાના હોવ, તો...'

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના 15 વર્ષના અત્યંત પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનના જોરે ટીમ ઇન્ડિયામાં સ્થાન તો મેળવી લીધું છે, પરંતુ ચાહકો હજુ પણ તેના ઈન્ટરનેશનલ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. આયર્લેન્ડ સામેની બે મેચની T20 સિરીઝ બાદ હવે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું. આ બાબતે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને એક મહત્ત્વની સલાહ આપી છે. પાર્થિવે જણાવ્યું છે કે વૈભવ હજી ખૂબ નાનો છે, તેથી તેની સાથે સ્પષ્ટ વાતચીત કરવી અત્યંત જરૂરી છે.

App Store

ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફે આપવો પડશે સ્પષ્ટ સંદેશ

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પાર્થિવ પટેલે જણાવ્યું કે, "મને આશા છે કે ઈંગ્લેન્ડ સામેની આ T20 સિરીઝમાં કોઈને કોઈ સમયે વૈભવ સૂર્યવંશીને ચોક્કસ તક મળશે, પરંતુ અત્યારે તેની સાથે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોચિંગ સ્ટાફનો હિસ્સો હોવ, ત્યારે તમારે એ સુનિશ્ચિત કરવું પડે કે તમે બેટ્સમેનને યોગ્ય સંકેત આપી રહ્યા છો. ભલે તમે તેને ટીમમાં ન રમાડવાના હોવ, તો પણ તેને પ્રેમથી આ વાત સમજાવવી પડશે. તે માત્ર 15 વર્ષનો બાળક છે, તેથી તેની સાથે ખૂબ જ કાળજીપૂર્વક વાત કરવી પડશે અને તેને થોડી ધીરજ રાખવાનું શીખવવું પડશે."

ટીમમાં અત્યારે કેમ જગ્યા નથી? પાર્થિવે સમજાવ્યું ગણિત

પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઈલેવનનું સમીકરણ સમજાવતા કહ્યું કે, હાલમાં ઓપનિંગ અને ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા સિનિયર ખેલાડીઓ વૈભવ કરતાં આગળ ચાલી રહ્યા છે. આ તમામ ખેલાડીઓએ ભારતને T20 વર્લ્ડ કપ 2026 જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સેમસન વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો, જ્યારે ઈશાન કિશન ICC રેન્કિંગમાં નંબર-1 અને અભિષેક શર્મા નંબર-2 T20 બેટ્સમેન છે. આ સ્થિતિમાં ટીમમાં કોઈ જગ્યા ખાલી નથી અને મેનેજમેન્ટે વૈભવને આ વાત સારી રીતે સમજાવવી પડશે.

ડેબ્યુ કરતાં જ તૂટશે સચિન તેંડુલકરનો મહારેકોર્ડ

જો વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં રમવાની તક મળશે, તો તે મેન્સ ક્રિકેટમાં ઈન્ટરનેશનલ ડેબ્યુ કરનારો દુનિયાનો સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ આયર્લેન્ડના જોશુઆ લિટલના નામે છે, જેણે 16 વર્ષ અને 309 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ વૈભવ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખશે. જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. નોંધનીય છે કે ભારત આયર્લેન્ડ સામેની સિરીઝ 0-2 થી હારી ગયું હતું. જ્યારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ છે.