13 જૂન 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી
મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગનો

મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ સહકાર રહે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતાના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મિથુન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
કર્ક : આપે સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. આપના ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
સિંહ : આપની બુદ્ધિ- મહેનત- આવડત- અનુભવના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
કન્યા : જમીન- મકાન વાહનના કામમાં પ્રતિકૂળતા જણાય આપના ધાર્યા મુજબનું કામ થઈ શકે નહીં. સાવધાની રાખવી પડે.
તુલા : આપના કાર્યમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ નોકરચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક- પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો જાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં સરળતા જણાય.
મકર : આપે નાણાંકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી ખાતાકીય કામમાં મુશ્કેલી જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં લાભ- ફાયદો મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કાર્યની સાથે સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા- દોડધામ રહે. ખર્ચ જણાય.








